નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન ગઈકાલે થઇ ગયું.જેમાં 21 રાજ્યોની 102 લોકસભા સીટ પર મતદારોએ પોતાનો સાંસદો ચૂંટયા હતા.કેટલાય રાજ્યોમાં હિંસા અને અથડામણની વચ્ચે મોડી સાંજ સુધીમાં પ્રથમ ફૅઝનું મતદાન થયું.
પ્રથમ ફેઝમાં સરેરાશ 64 ટકા વોટિંગ થયું.ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે, શુક્રવારની રાત 9 વાગ્યા સુધી મળેલી અપડેટ્સ અનુસાર, લગભગ 64 ટકા વોટ પડ્યા છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર સૌથી વધારે ત્રિપુરામાં 80.17 ટકા મતદાન થયું, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં જ્યાં હિંસાની અનેક ફરિયાદો મળી છે. હિન્દી બેલ્ટ વોટ કરવામાં પાછળ રહ્યું છે. બિહારમાં સૌથી ઓછું 48.50 ટકા મતદાન થયું છે.
પૂર્વોત્તરના મોટા ભાગના રાજ્યોમાં વધારે મતદાન
પૂર્વોત્તરના રાજ્યોમાં હિન્દી બેલ્ટ કરતા વોટિંગમાં આગળ છે. અરુણાચાલમાં 67.15 ટકા વોટ પડ્યા, આસામમાં 72.10 ટકા વોટિંગ થયુ.તો વળી મણિપુરમાં 69.13 ટકા મતદાન થયું છે.જ્યારે મેઘલયમાં 74.21 ટકા, મિઝોરમમાં 54.23 ટકા અને નાગલેન્ડમાં 56.91 ટકા લોકોએ મત આપ્યા, સિક્કિમમાં 69.47 ટકા મતદાન થયું છે.
આ બાજુ અંદમાન અને નિકોબરમાં 56.87 ટકા, લક્ષ દ્વીપમાં 59.02 ટકા, અને પુડુચેરી માં 73.50 ટકા મતદાન થયું છે.