ધાયણોજમાં ખુલ્લેઆમ લીલાં વૃક્ષોનું નિકંદન, તંત્ર નિદ્રાધીન, પોલીસની ભૂમિકા શંકાસ્પદ

પાટણ તાલુકામાં મોટા પાયે લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન નિકળી રહ્યું છે. છતાં જંગલ ખાતુ કાર્યવાહી કરવાને બદલે તમાસો દેખી રહ્યું છે.

0
499
down green trees in Dhaynoj
પાટણ તાલુકાના ધાયણોજ ગામે કેટલાક માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે.

પાટણ: પાટણ તાલુકામાં મોટા પાયે લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન નિકળી રહ્યું છે. છતાં જંગલ ખાતુ કાર્યવાહી કરવાને બદલે તમાસો દેખી રહ્યું છે. જેથી વૃક્ષ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી છે. આ બાબતે સ્થાનિક પોલીસને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

એક તરફ ગુજરાતને હરીયાળુ બતાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. વૃક્ષો વધુને વધુ ઉગાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ધાયણોજ ગામે પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ મોટાપાયે વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે. અને રોજે રોજ ધાયોજમાં મોટા પાયે લાકડાઓ શો મીલોમાં ઠલવાઇ રહ્યા છે.

પાટણ તાલુકાના ધાયણોજ ગામે કેટલાક માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ધાયણોજ ગામની સિમમાં સોલાર પ્લાન્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો જમાવડો થઈ ગયો છે. જ્યાં આ માથાભારે તત્વોને જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ તેઓ સોલાર પ્લાન્ટ, ખેડૂતોની જમીનો પરથી દાદાગીરી કરીને વૃક્ષોને નિકંદર કાઢી રહ્યા છે. જોકે આ મામલે ગોલાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ધાયણોજ ગામની આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક માથાભારે તત્વોનો આતંક એ હદે વધી ગયો છે કે, તેઓની સામે કોઈ આંગળી ચીંધે તેમ નથી. ત્યાં જ સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે, આ માથાભારે લોકોને પોલીસ આડકતરી રીતે રક્ષણ આપી રહી છે. વૃક્ષોને કાપવા માટે આ ગેંગ એ હદે સક્રિય થઈ છે કે, તેમની ગાડીઓમાં કે ટ્રેક્ટરો પર કોઈ નંબર પ્લેટ હોતી નથી, સાથે જ તેઓ રસ્તાઓ પર એ હદે ગાડી દોડાવે છે કે અકસ્માતનો પણ ભય રહે છે. ધાયણોજ ગામ અને તેની આસપાસના ગામના લોકો આ ગેંગથી એટલા ડરી ગયા છે કે, રાત્રિના સમયે રોડ પર જવામાં પણ તેઓ ડરી રહ્યા છે.

આ પણ વાંચો: આઝાદી બાદ બનેલી કોંગ્રેસની સરકારોએ આંબેડકરને કેમ ‘ભારત રત્ન’ ન આપ્યો?

અડધી રાત્રે કાંસા ગામ, શેરપુરા, સુજનીપોર અને આસપાસના વિસ્તારોના માથા ભારે તત્વો સરાકારી જમીન તેમજ સ્થાનિક ખેડૂતોની જમીનમાં ઘૂસીને વૃક્ષો કાપી આવે છે અને તેને બારોબાર વેચી નાંખે છે. આ બાબતે પોલીસને રજુઆત કરાતા તેઓ પણ સ્થાનિક લોકોને દબડાવીને આ મામલે પુરાવા એકઠા કરવા જણાવી રહ્યા છે.

ગોલાપુર પોલીસ સ્ટેશને આ અંગે સ્થાનિક લોકોએ રજૂઆત કરતા તેમને પુરાવા લઈ આવવા જણાવવામાં આવ્યું હતું. અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે, જો જાહેર જનતા જ પુરાવા એકઠા કરશે અને આવા માથાભારે તત્વોને પકડશે તો પોલીસ શું કામ કરશે?

સૂત્રો અનુસાર, મસમોટા વૃક્ષો જેને જમીન પર ઉભા થવામાં 20 થી 25 વર્ષ લાગે છે તેના વૃક્ષોને આ ગેંગ નિકંદર કાઢી રહી છે. પર્યાવરણની સાથોસાથ તેઓ માનવજીવનને પણ નુક્સાન પહોંચાડી રહ્યા છે. વૃક્ષોનું નિકંદર કાઢનાર ગેંગના મુખ્ય સાગરિત નામે મેરૂભાઈ અને રોહિત ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here