Saturday, March 22, 2025

UCC: ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, તમામ તૈયારીઓ પૂર્ણ

Share

UCC: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે સચિવાલયમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની (UIIDB) બેઠક દરમિયાન CM ધામીએ જણાવ્યું હતું કે, તેના ઠરાવ મુજબ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હોમવર્ક પૂર્ણ કર્યું છે.

સીએમ ધામીએ કહ્યું કે, માર્ચ 2022માં રાજ્યમાં નવી સરકારની રચના પછી કેબિનેટની પ્રથમ બેઠકમાં રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ક્રમમાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી.

સમિતિના અહેવાલના આધારે, યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2024 રાજ્ય વિધાનસભા દ્વારા 07 ફેબ્રુઆરી, 2024ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પર મહામહિમ રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ તેનું નોટિફિકેશન 12 માર્ચ, 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ ક્રમમાં યુનિફોર્મ સિવિલ કોડ, ઉત્તરાખંડ 2024 એક્ટના નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

પોર્ટલ-મોબાઈલ એપ પણ તૈયાર (UCC)

આમ ઉત્તરાખંડ હવે જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, કર્મચારીઓને કોડની જોગવાઈઓ, તમામ પ્રકારની મૂળભૂત સુવિધાઓનો અમલ કરવા માટે યોગ્ય તાલીમ આપવાની સાથે પ્રદાન કરવું જોઈએ. તેમજ વધુમાં વધુ સેવાઓ ઓનલાઈન રાખીને સામાન્ય જનતાની સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ.

Read more

Local News