હાલમાં સંખ્યાબંધ એક્રેડીટેશન કાર્ડ ધરાવતા લોકો પત્રકારીત્વ જાણતા નથી છતા તેઓ જાહેર જનતામાં ભય પેદા કરી, પોલીસ ખાતા વિરૂદ્ધ ખોટી ખબરોની પ્લેટો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. આ લોકોના પત્રકારત્વ અને ગુજરાતી ભાષાના જ્ઞાનની અછત તેમની સોશિયલ મીડિયા પ્લેટો પરથી જ મળી જાય છે. માત્ર ઊંચી ઉઘરાણી કરવાનું માધ્યમ બનાવી ચૂકેલા આ ‘યલ્લો જર્નાલિસ્ટ’ હવે પોલીસ ખાતામાં પણ પોતાના પગ પેસારી ગયા છે.
હવે હદ તો ત્યારે થાય છે જ્યારે રિક્ષાચાલકો, ફેરિયાઓ તેમજ સ્પામાં કામ કરતા લોકો પણ પોતાના વાહન પર ‘PRESS’ લખીને પોતે પત્રકાર હોવાનું કાર્ડ દેખાડે છે.
(આ લેખમાં અમે મહિલાની ઓળખ છુપાવી છે કારણ કે અત્યાર સુધી તે મહિલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તેમજ સંબંધારણનુ પાલન અને બીજા કાયદાઓનુ સુચારૂપાલન રહે માટે અમે તે મહિલાનું નામ, સરનામું તેમજ તેની સાથે ફરતા મળતિયાઓનું પણ નામ લખેલ નથી.)
અમદાવાદ શહેરમાં એક મહિલા (યલ્લો જર્નાલિસ્ટ) એ હદે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધારી દીધી છે કે જાહેર જનતા તેનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. અમદાવાદ શહેરમાં એક્ટિવા લઈને ફરતી આ મહિલા મોઢામાં મસાલો ભરાવી બે યુવાનોને પોતાની સાથે રાખી ફેરવે છે અને ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા લોકો તેમજ રાશનની દુકાનો તેમજ સ્પામાં જઈ મસમોટા રૂપિયાની ઉઘરાણી કરી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે, આ મહિલા ભૂતકાળમાં નકલી અખબાર ચલાવતી હતી. આ મહિલાએ ખોટા અખબારો પ્રસિદ્ધ કરી પી.આર.બી.ના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
- એક જાણકારી અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી આ મહિલાએ રજીસ્ટ્રેશન ના થયેલા અને ડેકલેરેશન ના થયેલા અખબારો પ્રસિદ્ધ કર્યા બાદ પણ પ્રતિ વર્ષ પ્રસિદ્ધ થયેલ અંકો અંગેનુ સી.એ. સર્ટીફીકેટ માહીતી અને પ્રસારણ વિભાગના કમિશ્નરને રજુ કર્યું નથી.
પત્રકારો, તંત્રીઓ, પ્રકાશકો, મુદ્રકોએ તથા સ્ટીન્ગરો, એન્કરો, સમાચાર વાંચકો, ન્યુઝ ચેનલોએ ભારતના સંવિધાનનુ સંપુર્ણ પાલન કરવાનું હોય છે, જાહેર નાગરીકોના મુળભુત અધિકારોનુ પાલન કરવાનું હોય છે, છતા હવે અમદાવાદ સહિત ગુજરાતમાં યલ્લો જર્નાલિઝમ કરતા પત્રકારોનો રાફડો ફાટ્યો છે.
સાચા પત્રકારની ઓળખ
સાચા અને પ્રમાણિક પત્રકાર બનવા માટે પ્રથમ તો ભારતનું સવિધાન જાણવું સમજવું જરૂરી છે, પીઆરબી અને એક્રેડીટેશન એકટ જાણવા જરૂરી છે, સમાચારો પ્રસિદ્ધ કરવા માટે જાહેર પ્રકાશન અંગેના કાયદાઓ જાણવા સમજવા ખુબ જરૂરી છે ઈલેક્ટ્રોનિક માધ્યમોના સ્ટ્રીગરોએ સમાચારોના વિડીયો તથા માહીતીઓ બોલવા બાબતે નાગરીક સ્વતંત્રતા અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવી જરૂરી હોય છે (હાલમાં 99 ટકા લોકો નિયમોનું પાલન કરતા નથી).
હદ તો ત્યારે થાય છે કે જ્યારે આ મહિલા એક મહિનામાં અનેકવાર 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવે છે પરંતુ મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારનું નિવેદન કે ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે લેખિતમાં રજૂઆત કરતી નથી. આ મહિલાની શંકાસ્પદ પ્રવૃત્તિથી પોલીસ અજાણ હોય તેવું ફલિત થાય છે કારણ કે મહિલા અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા રાખે છે અને પોતાના ગરખધંધાઓને અંજામ આપે છે.
પોતાને પત્રકાર ગણાવતી મહિલાને લોકશાહીના ચોથા સ્તંભ વિશે થોડા સવાલ પૂછી લેવામાં આવે તો તે કોઈ પણ પ્રકારનો સીધા જવાબ આપી શક્તી નથી. તેમજ તેને પત્રકારત્વના કોઈ કાયદાનું જ્ઞાન નથી છતા તે ગરીબ પ્રજાને ડરાવી, ધમકાવી અને પોલીસનો ડર દેખાડી પૈસાની લૂંટ ચલાવી રહી છે.
આવા પત્રકાર વિરૂદ્ધ કયાં ફરિયાદ કરવી?
એક્રેડીએટેડ પત્રકાર કે આર.એન.આઈ. પ્રમાણિત અખબાર બંધારણીય અધિકારો અને કાયદાઓનો ભંગ કરતા હોય ત્યારે રાજયના માહિતી અને પ્રસારણ વિભાગના કમિશ્નરને ફરીયાદ કરી શકાય છે અને તે બાદ કોર્ટમાં પણ ફરીયાદ દાવો કરી શકાય છે,
સોશિયલ મીડિયા ઉપરની કોઈપણ બાબત માટે સાયબર ક્રાઈમ હેઠળ પોલીસમાં સીધી ફરીયાદ કરી શકાય છે, કોઈપણ વ્યક્તિ, પત્રકાર જ્યારે સોશિયલ મીડિયા ઉપર અભિવ્યક્તિ કરે છે ત્યારે તે સામાન્ય નાગરીક ગણાય છે તેથી સીધી પોલીસ ફરીયાદ નોંધાવી શકાય છે,
જાહેર પ્રકાશનમાં સૌથી મહત્વની બાબતો
- સમાચારોમા કોઈની જાતી, ધર્મ, કોમ, સંપ્રદાયનો ઉલ્લેખ કરવાનો હોતો નથી.
- રાષ્ટ્રીય કે રાજ્ય વ્યવસ્થા વિરુદ્ધની બિન અધિકૃત હોય તેવી સંવેદનશીલ માહીતી પ્રસિદ્ધ કરી શકાય નહીં,
- સ્ત્રી ફરીયાદી, આરોપી કે પીડીતા હોય ત્યારે તેની ઓળખ કે માહીતી જાહેર થાય તેમ કરી શકાય નહીં,
- રાજ્યમાં કે દેશમાં જાહેર સુલેહ શાંતિભંગ થાય એવી રીતે સમાચારો, ઘટનાઓ પ્રસિદ્ધ કરી શકાય નહીં,
- જે બાબતમાં સરકાર માન્ય તપાસ એજન્સીઓની તપાસ ચાલુ હોય તેની વિગતો પ્રસિદ્ધ કરી શકાય નહીં,
- જાહેર સમાજમાંથી મળતી માહીતીઓ સંપુર્ણ ખાત્રી કર્યા વિના એક તરફી પક્ષપાતથી સંપુર્ણ સમાચારો પ્રસિદ્ધ કરી શકાય નહીં
- કોઈ ઉપર વ્યકિતગત કે સામુહિક આક્ષેપો પ્રસિધ્ધ કરી શકાય નહીં, જો ગુનો બનેલ હોય અને ન્યાયપાલિકા દ્રારા શિક્ષા આપેલ નથી તેવા આક્ષેપો પ્રસિધ્ધ કરી શકાય નહીં,
- જુથ અથડામણો, કોમી વૈમનસ્ય, ધાર્મિક વૈમનસ્ય વગેરે બાબતોમાં નાગરીક વ્યવસ્થાઓમાં જાહેર સુલેહ શાંતિ ભંગ કરતા સમાચારો પ્રસિદ્ધ કરી શકાય નહીં,
- જે પ્રમાણિત નથી અથવા ખાત્રીબદ્ધ નથી તેવી કોઈપણ માહિતીના સમાચાર પ્રસિદ્ધ કરી શકાય નહીં,
- સમાચારો પ્રસિદ્ધ કરતી વ્યક્તિ પાસે કોઇપણ પ્રકારની માન્યતા હોય તો પણ બંધારણીય મુલ્યોનો ભંગ થાય તેવુ લખી, બોલીને પ્રસિદ્ધી કરી શકાય નહીં,
- અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતાની અભિવ્યક્તિ નથી, જે વ્યકિત કે સમુહ, સંસ્થા કે એજન્સી અથવા કંપની દ્વારા અધિકૃત રીતે આપેલી ના હોય તેવી કોઇ માહીતી તેમજ વિગતો જાહેર માધ્યમો ઉપર વ્યક્તિગત રીતે પ્રસિદ્ધ કરી શકાય નહીં..
ઉપરોક્ત આચારસંહિતા અને નિયમો પ્રમાણિક પત્રકારીત્વ માટેના છે … યુ ટ્યુબ કે અન્ય માધ્યમો ઉપર નીકળી પડેલા લોકો વ્યક્તિગત કોમર્શિયલ એકટીવીસ્ટ છે પત્રકારો નથી તેથી કોઇ પાલન કરતાં નથી અને સામાજીક પ્રદુષણ ફેલાવતા રહે છે.
બંધારણનુ પાલન અને બીજા કાયદાઓનુ સુચારૂપાલન એદરેક સાચા પત્રકારોની પ્રથમ ફરજ છે,… જાહેર જનતા સમક્ષ સમાચારો પહોંચે કે ના પહોંચે તે મહત્વનું નથી પરંતુ સામાજીક સૌહાર્દ જળવાય તે જરૂરી છે.
ગુનાહિત ઘટનાઓ, વૈમનસ્ય ફેલાવતા નિવેદનો, એકતરફી આક્ષેપો, પીડીત સ્ત્રીઓ વિશેના સમાચારો પ્રસિદ્ધ કરવાના હોતા નથી, હાલ સોશિયલ મીડિયા ઉપર જે ઉત્પાત અને ઉલ્કાપાત ચાલી રહ્યો છે તે સમાજ દ્રોહી પ્રવૃતિઓ છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા બીજા નાગરીકો માટે સ્વચ્છંદતા બનવી ના જોઈએ…


