બોલિવૂડ ડેસ્કઃ હાલમાં બોલીવુડમાં જ્હાન્વી કપૂર પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડીયાને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જ્હાનવી અને શિખર મોટા ભાગે જાહેરમાં એકબીજા સાથે જોવા મળે છે. ગત મંગળવારે જ્હાન્વી અજય દેવગન સ્ટારર મૈદાનના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. ત્યારે હવે ફરી એક વાર જ્હાનવી ચર્ચામાં આવી છે. તેમના કસ્ટમાઈઝ નેકલેસે સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ નેકલેસમાં એવું તે શું ખાસ છે?
ગત મંગળવાર એટલે કે 9 એપ્રિલના રોજ મૈદાનનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં જ્હાન્વી કપૂર પોતાના પિતા બોની કપૂર સાથે આવી હતી. આ ઈવેન્ટમાં તે વ્હાઈટ આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના આઉટફીટ ઉપરાંત તેનો નેકલેસ પણ ખૂબ જ ચર્ચામાં હતો. જ્હાન્વીનો નેકલેસમાં તેના કથિત બોયફ્રેન્ડનું નામ શિખૂ લખેલું હતું.
કોફી વિથ કરણમાં થયો મોટો ખુલાસો
કોફી વિથ કરણમાં એક એપિસોડમાં જ્હાનવીને પૂછવામાં આવ્યું હતું કે, તેના સ્પીડ ડાયલમા કોણ રહે છે. તેના જવાબમાં તેણે ત્રણ લોકોના નામ આપ્યા હતા, જેમા પાપા, ખુશૂ અને શિકૂ, શિકૂનું નામ લેતા જ જ્હાન્વી શરમાતી જોવા મળી હતી અને તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, તેણે ભૂલથી શિકૂનું નામ લઈ લીધું. જે કદાચ આ કહેવા નહોતી માગતી, જો કે બાદમાં તેણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, શિખૂ એટલે કે શિખર ફક્ત સારો ફ્રેન્ડ છે. ત્યાર બાદ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. શિખર પહાડીયા સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. હાલમાં જ જ્હાનવી અને શિખર અને ઓેરી તિરુમાલા મંદિરમાં એક સાથે જોવા મળ્યા હતા. જ્હાનવીના જન્મદિવસ પર શિખરે ઈંસ્ટાગ્રામ પર અમુક રોમાન્ટિક તસ્વીર શેર કરી હતી. જેને જોઈને ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે બંને વચ્ચે રિલેશનશિપ છે.
જ્હાન્વીની આવનારી ફિલ્મો
જ્હાનવી કપૂર ટૂંક સમયમાં જૂનિયર એનટીઆર સાથે દેવરા: પાર્ટ 1થી સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરશે. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસેઝ માહીમાં પણ જોવા મળશે.