Monday, December 23, 2024

લોકશાહીનાં લેખાજોખાંઃ રાજકોટ લોકસભા બેઠકની A to Z માહિતી

Share

રાજકોટઃ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર એટલે રંગીલુ રાજકોટ. સામાજિક, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ સૌરાષ્ટ્ર માટે રાજકોટ અતિમહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી પેટાચૂંટણી લડી પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા હતા. ત્યારે લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષોથી આ સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. વર્ષ 1089થી સતત ભાજપ આ બેઠક જીતી રહ્યું છે. જો કે, 2014માં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. આ બેઠક પર પટેલ સમાજના મતને નિર્ણાયક માનવામાં આવે છે. આ લોકસભા બેઠકમાં રાજકોટ ઉત્તર, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને રાજકોટ પશ્ચિમ, વાંકાનેર, ટંકારા અને જસદણ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપે પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. પરંતુ એક જાહેર કાર્યક્રમના ક્ષત્રિય અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે રૂપાલા વિવાદમાં આવી ગયા છે અને ક્ષત્રિય સમાજ તેની સામે ઉભો છે. ક્ષત્રિય સમાજ સતત રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગ કરી રહ્યો છે.

રાજકોટ લોકસભા બેઠક પર સૌથી વધુ વખત વલ્લભભાઈ કથિરિયા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે ભાજપમાંથી 4 વાર રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી છે. ભાજપના પૂર્વ સાંસદ શીવાભાઇ વેકરીયા બાદ ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે વલ્લભભાઇ કથિરિયા પર પસંદગી મૂકી હતી. ભાજપનો આ નિર્ણય યોગ્ય ઠર્યો અને વલ્લભ કથિરિયાએ ચારવાર રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપને જીત અપાવી હતી.

રાજકોટ લોકસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો, પહેલીવાર ભાજપ વર્ષ 1989માં આ સીટ પરથી જીત્યું હતું. ત્યારબાદ સતત 8 વખત ભાજપ આ સીટ જીત્યું છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. કારણ કે, ગુજરાત વિધાનસભાની રાજકોટની તમામ બેઠક પણ ભાજપને ફાળે છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં વિવાદને કારણે રસાકસીનો જંગ જામે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

રાજકોટ લોકસભા બેઠક પર વર્ષ 1962માં પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. રાજકોટ લોકસભા બેઠક પર પ્રથમ સાંસદ ઉછરંગભાઇ ઢેબર બન્યા હતા. આ બેઠક પર કોંગ્રેસે વર્ષ 1971, 1972, 1980 અને 1984માં જીત મેળવી હતી. જ્યારે ભાજપ 1989ની ચૂંટણીમાં પ્રથમ વાર રાજકોટ બેઠક પર જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપે વર્ષ 1991, 1996, 1998,1999, 2004, 2014 અને 2019માં જીત મેળવી હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ બીએલડી પક્ષમાંથી વર્ષ 1977માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

રાજકોટ લોકસભા બેઠક પર 2019માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. ભાજપે તે સમયે બીજી વાર મોહનભાઈ કુંડારીયાને ટિકિટ આપી રિપિટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે લલિત કથગરાને મેદાને ઉતાર્યા હતા. બંને ઉમેદવાર પાટીદાર સમાજમાંથી આવતા હતા. આમ છતાં રોજકોટ બેઠક પર પરિણામ ભાજપ તરફી આવ્યું હતું. ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાને 63.47 ટકા મત એટલે કે 758645 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 32.65 ટકા સાથે 3,90,238 મત મળ્યા હતા. આ ઉપરાંત નોટામાં 18318 મત પડ્યા હતા. આમ રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારીયાની બીજી વાર જીત થઈ હતી.

Read more

Local News