અમદાવાદઃ માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે જરુરી નથી કે દરેક વખતે દવા જ લેવામાં આવે. અમુક ઘરેલુ ઉપાથી પણ તમને રાહત મળી શકે છે. ગરમીની સીઝનમાં માથાના દુખાવાથી બચવા માટે પાણી પીતા રહો.
માથાનો દુખાવો એક એવી સમસ્યા છે, જે કેટલાય કલાક સુધી આપણને પરેશાન કરી શકે છે. ગરમીની સીઝનમાં આકરા તડકાના કારણે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. અમુક લોકો તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓની મદદ લેતા હોય છે. પણ જો તમે ઈચ્છો તો દવા લીધા વિના પણ માથાના દુખાવાથી આરામ મેળવી શકશો. તેમાં અમુક ઘરેલૂ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે. જેને અપનાવીને તમને રાહત મેળવી શકશો.
ડિહાઈડ્રેશનના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. ઈંડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે, ડિહાઈડ્રેશનથી વિચારવા અને કામ કરવાની રીતથી પ્રભાવિત થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. માથાનો દુખાવો થવા પર એક ગ્લાસ પાણી પી જાવ. ખુદને હાઈડ્રેટેડ કરીને માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
આજકાલ આપણે સતત કેટલાય કલાકો સુધી લેપટોપ, સ્માર્ટફોન અથવા ટીવી જેવા ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. જો વધારે ગેજેટ્સ ઉપયોગ કરતા હોય તો સમય સમય પર આંખો પર પાણી નાખી ધોતા રહો, તેનાથી ઘણી રાહત મળશે.
જો માથાના દુખાવાની સમસ્યા ઓછી થતી ન હોય તો થોડી થોડી વારે આંખો બંધ કરીને રેસ્ટ કરો. તેનાથી ઘણા બધા અંશે રાહત મળશે. જો હજુ પણ આરામ ન મળતો હોય તો ડોક્ટર્સને મળો.
ઘણી વાર રુમ ફ્રેશનર, અગરબત્તી અથવા પરફ્યૂની તેજ સુગંધથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. આવી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો, તેનાથી માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. જો ઉપયોગ કરતા હોય તો ઓછો કરી દો.