મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સીટ શેરીંગમાં ઉત્તર મુંબઈની લોકસભા સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. પણ કોંગ્રેસ સામે તકલીફ એ છે કે, આ સીટ માટે તેમની પાસે ઉમેદવાર નથી. કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ શિવસેના યૂબીટી નેતા વિનોદ ધોસાલકરે પ્રસ્તાવ આપ્યો હતો કે, કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પર લડે, પણ ઘોસાલકરે ના પાડી દીધી.
ધોસાલકરનું કહેવું છે કે, પહેલા તેઓ કટ્ટર શિવસૈનિક છે. કોંગ્રેસના નિશાન પર ચૂંટણી નહીં લડી શકે. બીજુ એ કે કોંગ્રેસના નિશાન પર લડવાથી જીતના ચાન્સ પણ નથી. જો તેઓ ચૂંટણી લડશે તો એમવીએ ઉમેદવાર તરીકે અને યૂબીટીના ચૂંટણી ચિન્હ પર લડશે. ધોસાલકર હવે એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ઉમેદવાર નહોતો તો પછી સીટ શેરીંગમાં સીટ લેવાનો મતલબ શું છે.
ઉત્તર મુંબઈ ભાજપનો ગઢ રહ્યો
હકીકતમાં જોઈએ તો, આ સીટ પર રામ નાઈક ગોપાલ શેટ્ટી લડતા રહ્યા છે, જ્યારે આ વખતે પીયૂષ ગોયલ મેદાનમાં છે. ઉત્તર મુંબઈ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સંજય નિરુપમથી લઈને ઉર્મિલા માતોંડકર આ સીટથી ચૂંટણી હારી ચુક્યા છે.
કોંગ્રેસમાં નારાજગી અને ઉમેદવારોની કમીને લઈને ભાજપે પણ કટાક્ષ કર્યો છે. ધારાસભ્ય રામ કદમે કટાક્ષ કર્યો છે કે, કોંગ્રેસ ઉદ્ધવ અને શરદ પવારની સામે લાચાર થઈ ગઈ છે. તેમને સીટ ભીખમાં માગીને મળી એ પણ એવી સીટ મળી છે, જ્યાં તેમની પાસે કોઈ ઉમેદવાર જ નથી. હવે કોંગ્રેસ યૂબીટી નેતાને જ લડાવવાની કોશિશ કરશે. જાણી જોઈને એવી સીટ કોંગ્રેસને આપી, જ્યાં તે જીતી શકે નહીં.