Aadhaar Card Without Biometric: આધાર કાર્ડનો (Aadhar Card) ઉપયોગ દેશભરમાં કરોડો લોકો કરી રહ્યા છે. તેનાથી તમે ગેસ કનેક્શનથીલઈને બેન્કના ખાતા પણ ખોલાવી શકો છો. આ એક સરકારી ડોક્યુમેન્ટ છે. જેનાથી તમે એડ્રેસ અથવા બર્થ પ્રુફ તરીકે પણ ક્યાંય પણ ઉપયોગમાં લઈ શકો છો. આધાર કાર્ડને લઈને કોઈ પણ ઈન્કાર કરી શકતું નથી. તેમાંથી હાથની આંગળીઓ અને આંખની કીકીનો ડેટા હોય છે. તેને બોયમેટ્રિક ડેટા કહેવાય છે. પણ જો કોઈની હાથની આંગળીઓ નથી અથવા આંખે આંધળા છે ત્યારે આવા સમયે તેના આધાર કેવી રીતે બનશે, આજે અમે અહીં આપને જણાવીશું.
આ પણ વાંચોઃ સમગ્ર વિશ્વમાં ભૂખથી તડપી રહ્યા છે 28.2 કરોડ લોકો, સૌથી વધુ ભૂખમરો આ દેશમાં
બાયોમેટ્રિક્સ વિના કેવી રીતે આધાર (Aadhaar Card) બનશે?
હકીકતમાં જોઈએ તો, જ્યારે કોઈ પણ વ્યક્તિનું આધાર બને છે, તો તેમાં એક ખાસ ફોર્મ ભરવામાં આવે છે, જેને બોયમેટ્રિક્સ એક્સેપ્શનલ ફોર્મ કહેવાય છે. એટલે કે એ શખ્સ જેના બાયોમેટ્રિક્સ નથી લેવામાં આવતા. હાથની આંગળીઓ અને આંખની રેટીના વિના બાયોમેટ્રિક્સ પણ આધાર બનાવી શકાય છે અને આવી રીતે કાયદેસરનું આધાર બનાવી શકાય છે.
આપવા પડશે આ પુરાવા
જો કોઈ શખ્સ એવો છે તો સૌથી પહેલા આધાર સેન્ટર્સ પર લઈને જાઓ, ત્યાર બાદ તમે ત્યાં એક એડ્રેસ પ્રુફ, એક પ્રુફ ઓફ આઈડંટિટી અને ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ આપવાનું રહેશે. આધાર સેન્ટર પર આપને એક્સેપ્શનલ ફોર્મ પણ મળી જશે. ત્યાર બાદ એ શખ્સના આધાર બનવાનું તૈયાર થઈ જશે. એ વાતનું ધ્યાન રાખો કે આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફીસ લેવામા આવતી નથી. આધાર સાથે જોડાયેલી વધારે જાણકારી માટે આધાર હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરી શકશો.