Vande Bharat Express: રેલ મંત્રાલય વંદે ભારત રેલગાડીઓની આવકનો અલગ રેકોર્ડ નથી રાખતા. આ જાણકારી માહિતી અધિકારના કાયદા અંતર્ગત મેળવેલી જાણકારીમાંથી સામે આવી છે. મધ્ય પ્રદેશના ચંદ્રશેખર ગૌડે આ જાણવા માગતા હતા કે, રેલ મંત્રાલયને છેલ્લા બે વર્ષમાં વંદે ભારત ટ્રેનમાંથી (Vande Bharat Express)કેટલી આવક થઈ છે અને તેને ચલાવવાથી કોઈ ફાયદો થયો છે કે નુકસાન. રેલ મંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું કે ટ્રેનના હિસાબથી રેવન્યૂ રેકોર્ડ રાખવામાં આવતો નથી.
વંદે ભારત (Vande Bharat Express) દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જે 15 ફેબ્રુઆરી 2019થી નવી દિલ્હી અને વારાણસીની વચ્ચે ચાલુ થઈ હતી. આજે 102 વંદે ભારત ટ્રેન 24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 284 જિલ્લામાંથી થઈને 100 માર્ગેો પર ચાલે છે. રેલવે અધિકારીઓએ સોમવારે કહ્યું કે, અત્યાર સુધીમાં બે કરોડથી વધારે લોકોએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરે છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે, 2023-24માં વંદે ભારત રેલ ગાડી દ્વારા નક્કી કરેલ અંતર્ગત પૃથ્વીના 310 ચક્કર લગાવવા બરાબર છે.
આ પણ વાંચોઃ સમગ્ર વિશ્વમાં ભૂખથી તડપી રહ્યા છે 28.2 કરોડ લોકો, સૌથી વધુ ભૂખમરો આ દેશમાં
ટ્રેન (Vande Bharat Express) દ્વારા નક્કી કરેલા અંતરની જાણકારી
ગૌડે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, રેલવે વંદે ભારત ટ્રેનથી યાત્રા કરતા લોકોની સંખ્યા અને સંબંધિત રેલગાડીઓ દ્વારા કાપવામાં આવેલ અંતરનો રેકોર્ડ ધરાવે છે. પણ રેવન્યૂ કેટલું આવ્યું તેના વિશે કોઈ મહત્વની જાણકારી નથી રાખતું. તેમણે કહ્યું કે, રેલવે અધિકારી એક વર્ષમાં વંદે ભારત રેલગાડી દ્વારા નક્કી કરવામાં આવેલી ગણના પૃથ્વીની ચારે તરફ કુલ ચક્કર બરાબર કરી શકે, પણ તેમની પાસે આ ટ્રેનથી એકઠા થયેલી આવકની કોઈ ગણતરી નથી.