Breast Reduction Surgery: બ્રેસ્ટ રિડક્શન સર્જરી એટલે કે સ્તનને નાના કરવા માટેની સર્જરી, ભારતમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. એક સમય હતો, જ્યારે આવી સર્જરી વિશે વાત કરવાનું પણ વિચિત્ર માનવામાં આવતું હતું, પણ હવે મહિલાઓ ખુલીને તેના વિશે વાત કરી રહી છે અને પોતાની તકલીફોનું સમાધાન શોધી રહી છે. પણ સવાલ એ થાય છે કે આખરે આવું શા માટે કરે છે. મહિલાઓ હવે બ્રેસ્ટ રિડક્શન સર્જરી તરફ કેમ વળી રહી છે.
જસપ્રીત (બદલાવેલું નામ) એક ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મને આજે પણ એ ઘટના સ્પષ્ટ યાદ છે. હું યૂનિવર્સિટીથી બસમાં ઘરે જઈ રહી હતી, ત્યારે એક અવાજ સંભળાયો, વાહ, કેટલા મોટા બ્રેસ્ટ છે. જસપ્રીતે પાછળ વળીને જોયું પણ તે શખ્સ મળ્યો નહીં. તેને બસ એટલી જાણ થઈ કે, તે એક માણસ હતો, જેણે તેના બ્રેસ્ટ પર ટિપ્પણી કરવાની હિમ્મત કરી હતી.
દુર્ભાગ્યથી 18 વર્ષની જસપ્રીત માટે આ કોઈ નવી વાત નહોતી. તેને પોતાના શરીરના કારણે ઘણી વાર એવી ટિપ્પણીઓ સાંભળવી પડતી હતી. 24 વર્ષ બાદ સતત જોવાનું અને ટિપ્પણીઓથી કંટાળીને જસપ્રીતે પોતાના બ્રેસ્ટ હાઈપરટ્રોફી માટે ઈલાજ કરાવવાનો નિર્ણય લીધો. જેના કારણે તેના બ્રેસ્ટમાં સુધારો આવ્યો. તેણે જણાવ્યું કે, સર્જરી બાદ મારા બ્રેસ્ટની સાઈઝ 42H થી 40B થઈ ગઈ છે. આ એક મોટી રાહત છે અને હું અરીસામાં જોઈને ખુશ થાવ છું.
જસપ્રીત એકલી આવી મહિલા નથી, બ્રેસ્ટ હાઈપરટ્રોફી હજારો ભારતીય મહિલાઓને પ્રભાવિત કરી રહી છે અને આજે તેમાંથી કેટલીય મહિલાઓ આ સર્જરી કરાવી રહી છે.
બ્રેસ્ટ રિડક્શન સર્જરીમાં દર વર્ષે 100 ટકાનો વધારો(Breast Reduction Surgery)
ઈંડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવતી મહિલાઓની સંખ્યા શોધતા એવી સર્જરીના કોઈ સત્તાવાર ડેટા એકત્ર કર્યા નથી. જો કે, નવી દિલ્હીમાં ડિવાઈન કોસ્મેટિક સર્જરીના પ્લાસ્ટિક સર્જન ડો. અમિત ગુપ્તાનું અનુમાન છે કે, છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે આવી સર્જરીમાં 100 ટકાનો વધારો થયો છે.