Monday, December 23, 2024

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડો, વિદ્યાર્થીઓને બિઝનેસ કોમ્યુનિકેશનની જગ્યાએ અંગ્રેજીનું પેપર આપ્યું

Share

રાજકોટઃ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સેમેસ્ટર-2 અને 4 પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે બી. કોમ. સેમેસ્ટર-4ના રિપીટર વિદ્યાર્થીઓની બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું. જો કે, તેના બદલે વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર આપી દેવામાં આવતા પરીક્ષા કેન્દ્રો ઉપર હોબાળો મચી ગયો હતો.

આ અંગે પરીક્ષા કેન્દ્રોના સંચાલકો દ્વારા પરીક્ષા નિયામકને ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે તાત્કાલિક ઇમેલ ઉપર સુધારેલું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર મોકલી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવી હતી.

ત્યારે આ મુદ્દે યુવા કોંગ્રેસના પ્રવક્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમ ખરડાઈ ગઈ છે. જેના કારણે વારંવાર આવી ભૂલો સામે આવે છે અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે BCA સેમ-4ના ત્રણ પેપર લીક થયા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. તેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો શંકાના દાયરામાં આવે છે.

Read more

Local News