Monday, December 23, 2024

Hair Tips: રાતના સમયે વાળમાં આટલી વસ્તુ લગાવો, સવારે એકદમ ચમકદાર-સુંદર બની જશે

Share

Hair Tips: દરેક છોકરીની એવી ઈચ્છા હોય છે કે, વાળ લાંબા, ઘાટા અને ચમકદાર હોય. પણ લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેમને રાહત મળતી નથી. જો તમે પણ તમારા વાળ લાંબા બનાવવા માગો છો, તો આ આર્ટિકલ આપના માટે છે. આજે અમે આપને જણાવીશું કે રાતે સુતા પહેલા અમુક વસ્તુનો ઉપયોગ કરીને આપ આપના લાંબા વાળમાં શાઈનિંગ લાવી શકશો.

વાળને ચમકદાર બનાવો (Hair Tips)

વાળને ચમકદાર બનાવવા માટે તમારે રોજ રાતમાં સુતી વખતે નારિયળ તેલથી આપના વાળમાં માલિશ કરો. આ વાળને ઊંડાઈથી પોષણ આપે છે અને સુકાપણાને દૂર કરવામાં મદદ કરે છે. રાતભર નારિયલ તેલ લગાવી રાખો. બાદમાં સવારે શેમ્પૂથી વાળને ધોઈ નાખો. તમે ઈચ્છો તો નારિયળ તેલમાં લીંબુનો રસ નાખી શકો. તેનાથી ખોડાની સમસ્યા દૂર થશે.

એલોવેરા જેલ

આ ઉપરાંત તમે બીજો ઉપાય પણ કરી શકશો. જે આપના વાળને ચમકદાર બનાવવમાં મદદ કરશે. આપને આપના વાળમાં એલોવેરા જેલ લગાવવી જોઈએ. 30 મિનિટ માટે આપ આપના વાળ પર લગાવી રાખો, બાદમાં શેમ્પૂથી વાળને ધોઈ નાખો.

ઈંડાનો ઉપયોગ

જો આપ એક દિવસમાં વાળને ચમકદાર અને સુંદર બનાવવા માગો છો, તો આપ આપના વાળમાં ઈંડાનો ઉપયોગ કરી શકશો. ઈંડાની મદદથી આપ વાળને શાઈનિંગ આપી શકો છો. તેના માટે આપને રાતમાં સુતા પહેલા આપના વાળમાં ઈંડાની જર્દીને 30 મિનિટ માટે લગાવવું જોઈએ. બાદમાં શેમ્પૂથી ધોઈ નાખો, આવું કરવાથી સવારે ાપના વાળમાં ફરક જોવા મળશે.

આ વાતોનું ધ્યાન રાખો

આપ એક અઠવાડીયામાં કમસે કમ બે વાર વાળને ધોવો. વાળને ગરમ પાણીથી ધોતા નહીં. વાળને સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ઓછો કરો અને સ્વસ્થ આહારનું સેવન કરો. આ બધા ઉપાયો કરવાથી આપ આસાનીથી આપના વાળને ચમકદાર બનાવી શકશો.

(ડિસ્ક્લેમરઃ ઉપર બતાવેલા ઉપાય નિષ્ણાતની સલાહ લઈને કરવા. ગુજરાત લોકશાહી તેની પુષ્ટિ કરતું નથી)

Read more

Local News