Monday, December 23, 2024

Ricky Ponting: ઓસ્ટ્રેલિયાના આ ધુરંધર બેટ્સમેન પાસે છે 1000 બેટ, તેમાંથી 71 સાથે ખાસ કનેક્શન

Share

Ricky Ponting: બે વારની વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોંટિંગે કહ્યું કે, તેણે એ દરેક બેટ સંભાળીને રાખ્યું છે, જેનાથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે અને તેના પર વિરોધી ટીમનું નામ તથા પોતાનો સ્કોર પણ લખ્યો છે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ પોંટિંગ પોતાના સમયમાં શાનદાર બેટ્સમેનમાંથી એક હતો. તેણે યુવા ક્રિકેટરને કિટ આપવાની પહેલના અવસર પર આ વાત કહી છે. ક્રિકેટને 2012માં અલવિદા કહેનારા પોંટિંગે 71 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, જેમાં 41 ટેસ્ટ સદી પણ સામેલ છે.

મારું પહેલું બેટ પણ મારી પાસે છેઃ રિકી પોંટિંગ (Ricky Ponting)

રિકી પોટિંગે કહ્યું કે, તમે વિશ્વાસ નહીં કરો પણ મારા ઘરે મારું પહેલું બેટ પણ રાખ્યું છે. તેના પર સ્ટિકર્સ લાગેલા છે. મારા ઘરે લગભગ એક હજાર બેટ રાખેલા છે. જે પણ બેટથી મેં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, તે બેટ મારી પાસે છે. તેના પર મેં મારો સ્કોર અને વિરોધી ટીમનું નામ પણ લખ્યું છે.

આ પણ વાંચોઃ ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રને હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં અવ્વલ

રિકી પોંટિંગની યાદગાર ઈનિંગ્સમાં ભારત વિરુદ્ધ 2003 વન ડે વિશ્વ કપ ફાઈનલમાં નોટઆઉટ 140 રન સામેલ છે. તે સમયે ભારતીય ટીમના કપ્તાન સૌરવ ગાંગુલી હવે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ નિદેશક છે અને તે પણ આ અવસર પર હાજર હતા. ગાંગુલીએ પહેલા બેટ વિશે કહ્યું કે, હું 13 વર્ષનો હતો, જ્યારે પ્રથમ બેટ ખરીદ્યું હતું. બોલને બેટથી મારીને હવામાં જતો જોઈને હું ખૂબ જ ખુશ થતો હતો.

દિલ્હી કેપિટલ્સની તરફથી રમતા વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે કહ્યું કે, તેને પહેલું બેટ તેના અંકલે બર્થ ડે પર આપ્યું હતું. આ બેટ તેના બેડથી આજુબાજુમાં જ રહે છે. વોર્નરનું કહેવું છે કે, તેને ગિફ્ટમાં મળેલું બેટ હજુ પણ તેનાથી અલગ નથી કર્યું.

Read more

Local News