સીકર: ભારત દેશમાં કેટલાય ચમત્કારિ અને દિવ્ય મંદિર છે. તમામ મંદિરની પોતાની અલગ અલગ માન્યતા છે. સનાતન ધર્મમાં ભગવાનની પ્રતિમાને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શાનદાર રીતે સજાવવામાં આવે છે. પણ શું આપને ખબર છે કે, દેશમાં એક એવું પણ મંદિર છે, જ્યાં દરરોજ ભગવાનનો શૃંગાર તો થાય છે, પણ તેમને વસ્ત્રની જગ્યાએ વિવિધ પ્રકારના ફુલોથી સજાવવામાં આવે છે. આવો જાણીએ ક્યા મંદિરમાં ભગવાનની પ્રતિમાને ફુલોથી શણગારવામાં આવે છે અને તેની પાછળની કહાની શું છે.
રાજસ્થાનના સીકરમાં બાબા ખાટૂ શ્યામજીનું મંદિર છે. મંદિરમાં બાબાની પ્રતિમાનો શૃંગાર ફુલો અને આભૂષણોથી થાય છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા કેટલાય મોટા શહેરોથી અહીં ફુલો લાવવામાં આવે છે. આ ફુલોથી બાબા ખાટૂ શ્યામની પ્રતિમાને સજાવામાં આવે છે. ખાસ કરીને બાબાની પ્રતિમાને ગુલાબના ફુલોથી સજાવવામાં આવે છે.
બાબા ખાટૂ શ્યામજીને કેમ ચડાવવામાં આવે છે ફુલો
ફુલોને પ્રેમનું પ્રતીક કહેવાય છે. બાબા ખાટૂ શ્યામજીને તેમના ભક્તો ખૂબ જ પ્રેમ કરે છે. એટલા માટે ભક્તો તેમને ફુલ અર્પણ કરે છે. એવું કહેવાય છે કે, બાબા શ્યામને સૌથી વધારે ગુલાબનું ફુલ પસંદ છે. એટલા માટે ભક્તો મંદિરમાં આવે છે અને સૌથી વધારે ગુલાબના ફુલો અર્પણ કરે છે. બાબા ખાટૂ શ્યામને તેમની પસંદની વસ્તુઓ ચડાવવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે.
ફુલોથી શા માટે કરવામાં આવે છે શણગાર
દરરોજ શૃંગાર બાદ બાબા ખાટૂ શ્યામની આરતી થાય છે પણ શું આપને ખબર છે કે બાબા શ્યામનો શૃંગાર ફુલોથી જ કેમ થાય છે. હકીકતમાં જોઈએ તો, મંદિરમાં પ્રતિમા તરીકે બાબા ખાટૂ શ્યામનું માથુ વિરાજમાન છે. શીસને વસ્ત્રો પહેરાવી શકાય નહીં, એટલા માટે હંમેશા બાબા શ્યામનો શૃંગાર ફુલોથી થાય છે.