Saturday, August 30, 2025

CSK vs SRH: એક ખોટો શોટ માર્યો અને ખેલ ખતમ, 2 રનથી રેકોર્ડ બનાવતા ચૂકયો ઋતુરાજ ગાયકવાડ

Share

CSK vs SRH: ઈંડિયન પ્રીમિયર લીગ 2024ની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 98 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી. આ સીઝનમાં ગાયકવાડે આ બીજી સદી હોત પણ તે ફક્ત બે રનથી ચુકી ગયો. આ અગાઉ તેણે લખનઉ વિરુદ્ધ સદી લગાવી હતી.

ઈંડિયન પ્રીમિયર લીગ 2024ની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે ફક્ત 2 રનેથી પોતાની સદી ચુકી ગયો. ગાયકવાડે 54 બોલમાં 98 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. તે પોતાની આ ઈનિંગ્સમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. ગાયકવાડ જો પોતાની સદી પુરી કરી લેતો તો આ સીઝનમાં તે બે સદી લગાવનારો પ્રથમ ખેલાડી બની જાત. જો કે, દુર્ભાગ્યથી આવું થઈ શક્યું નહીં. ચેન્નઈના કપ્તાન આઈપીએલ 2024માં પહેલી સદી લખનઉ સુપરજાયંટસ વિરુદ્ધ લગાવી હતી.આપને જણાવી દઈએ કે, આઈપીએલમાં કરિયરમાં ઋતુરાજ કુલ બે સદી લગાવી ચુક્યો છે.

સનરાઈઝર્સ વિરુદ્ધ આ મેચમાં સીએસકેએ ટોસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરવા માટે બોલાવ્યા હતા. ટીમ શરુઆતમાં ખાસ કરી શકી નહીં અને ફક્ત 19 રનના સ્કોર પર અજિંક્ય રહાણે આઉટ થઈ ગયો. ત્યાર બાદ ડેરિલ મિચેલે ગાયકવાડ સાથે મળીને મોર્ચો સંભાળ્યો અને ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો. આ દરમ્યાન મિચેલે પોતાની અડધી સદી પણ પુરી કરી. મિચેલે 32 બોલમાં 52 રન બનાવ્યા હતાં.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News