Monday, December 23, 2024

દ ગ્રેટ ઈંડિયન કપિલ શો માટે તગડી ફી વસૂલી રહ્યા છે કોમેડિયન, 1 એપિસોડનો અધધધ… ચાર્જ

Share

નવી દિલ્હી: નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલ કોમેડી શો દ ગ્રેટ ઈંડિયન કપિલ શોના દર્શકોને પસંદ આવી રહ્યો છે, જે 30 માર્ચથી ઓટીટી પર દેખાડવામાં આવી રહ્યું છે. શોમાં કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવરની જુગલબંધી જોઈ દર્શકો ખૂબ ખુશ છે. જો કે, અત્યાર સુધીમાં તેના ફક્ત 5 એપિસોડ પ્રસારિત થયા છે. તેમ છતાં પણ કપિલ શર્માએ તેમાંથી મોટી કમાણી કરી લીધી છે.

કપિલ શર્મા શો દ ગ્રેટ ઈંડિયન કપિલ શોના દરેક એપિસોડ માટે મોટી ફી ચાર્જ કરી રહ્યો છે. જી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તે એક એપિસોડના 5 કરોડ રૂપિયા લઈ રહ્યા છો. તેને આ શો લગભગ 26 કરોડ રૂપિયામાં મળ્યો છે. તેની ગણતરી ટીવીની દુનિયાના હાઈએસ્ટ પેડ કોમેડિયન અને એક્ટરમાં થાય છે. આ શો એટલા માટે પણ ખાસ છે કેમ કે સુનીલ ગ્રોવર લગભગ 6 વર્ષ બાદ કપિલ શર્મા સાથે કામ કરી રહ્યો છે.

શોમાં કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરન સિંહ પણ અનોધા અંદાજમાં જોવા મળી રહ્યા છે. 190 દેશોમાં શોનું પ્રસારણ થઈ રહ્યું છે. દર્શકોને પ્રથમ એપિસોડમાં કપિલ શર્મા અને તેમની ટીમને રણબીર કપૂર, તેની માતા અને બહેન રિદ્ધિમા કપૂર સાથે મજેદાર વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા.

કપિલ શર્માએ પછી બીજા એપિસોડમાં શ્રેયસ અય્યર અને રોહિત શર્મા સાથે ખૂબ મસ્તી કરી હતી. ત્રીજા એપિસોડમાં ફિલ્મ અમર સિંહ ચમકીલાની સ્ટારકાસ્ટ પહોંચી હતી. આમિર ખાન તેના પાંચમા એપિસોડમાં ખાસ મહેમાન બનીને આવ્યો હતો. તમે નેટફ્લિક્સ પર સોનો નવો એપિસોડ દર શનિવારે રાતના 8 વાગ્યે જોઈ શકશો.

Read more

Local News