Monday, December 23, 2024

સેટેલાઇટમાં AMTSની બ્રેક ફેઇલ થતા આઠ વાહનો અડફેટે લીધા, 4 લોકો ઇજાગ્રસ્ત

Share

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેવી વધુ એક ઘટના બની છે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર પાસે રવિવારે મોડી રાત્રે એક AMTS બસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં સિગ્નલ બંધ થતા વાહનો ઉભા હતા ત્યારે બસની બ્રેક સ્લીપ થઈ જતા બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જેમાં કાર, ઓટો રીક્ષા અને ટુ વ્હીલરનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં કારમાં સવાર 3 અને ટુ વ્હીલર પર સવાર એક એમ કુલ 4 લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર મોહંમદ આમિન મન્સુરીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

SG હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના
શહેરના SG હાઈવે પર બનેલી હીટ એન્ડ રનની ઘટનાના CCTV સામે આવ્યા છે. 10મી મેના રોજ સવારે 10:30 વાગ્યા આસપાસ આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો 15 વર્ષીય કિશોર રોડ પર ચાલતો જતો હતો, ત્યારે ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી અમન નામના કિશોરને અડફેટે લીધો હતો અને એટલામાં ન અટકી તેને 200 મીટર સુધી ઢસડ્યો હતો.

Read more

Local News