Monday, December 23, 2024

SG હાઇવે પર હિટ એન્ડ રન કેસ, CCTV વીડિયો આવ્યા સામે

Share

અમદાવાદઃ શહેરના SG હાઈવે પર બનેલી હીટ એન્ડ રનની ઘટનાના CCTV સામે આવ્યા છે. 10મી મેના રોજ સવારે 10:30 વાગ્યા આસપાસ આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો 15 વર્ષીય કિશોર રોડ પર ચાલતો જતો હતો, ત્યારે ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી અમન નામના કિશોરને અડફેટે લીધો હતો અને એટલામાં ન અટકી તેને 200 મીટર સુધી ઢસડ્યો હતો.

આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન સોલા સિવીલમાં કિશોરનું મોત થયું છે. ઘટનાને લઈને એસજી 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર કબ્જે લીધી છે. જો કે, ચાણક્યપુરીમાં રહેતા કારચાલક જયેશગીરી ગોસ્વામી નામની ઈકો કાર કબ્જે કરી તેની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે.

આ ઘટનામાં મોતને ભેટેલા કિશોરના માતા-પિતા પણ 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. જેથી તે પિતરાઈ બહેન સાથે 10 વર્ષથી રહેતો હતો અને આરસી ટેક્નિકલ કોલેજમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. આ ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સામે આવતા હાલ તો પોલીસે તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Read more

Local News