Monday, December 23, 2024

Kolkata Doctor Case: ના ડર, ના પછતાવો, જાનવર જેવી વૃત્તિ…. સંજય રોયના સાયકોલોજિકલ વિશ્લેષણમાં શું બહાર આવ્યું?

Share

Kolkata Doctor Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને પછી હત્યા કરવા બદલ ઘરપકડ કરાયેલા આરોપી સંજય રોયની મનોવિશ્લેષણાત્મક પ્રોફાઈલમાં મહત્વનો ખુલાસો થયો છે. સીબીઆઈ અધિકારીના જણાવ્યા અનુસાર, મનોવિશ્લેષણ દર્શાવે છે કે તે એક વિકૃત વ્યક્તિ હતો અને અશ્લીલ સામગ્રી જોવાનો વ્યસની હતો.

નવી દિલ્હીની સેલ્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોટરીના ટોક્ટરને ટાંકીને અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું કે, આરોપી સંજય રોય કોલકાતા પોલીસનો સ્વયંસેવક હતો, તે જાનવર વૃત્તિનો માણસ છે. 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલ સેમિનાર રુમમાંથી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને કોઈ પછતાવો નથી અને તેને ખટકાટ વગર જ ઘટનાની નાની મોટી વિગતો જાહેર કરી હતી. તેને જોઈને એવું લાગતું હતું કે, તેને કોઈ પણ જાતનો પછતાવો નથી. તેના મોબાઈલ ફોનમાં ઘણી અશ્લીલ વસ્તુઓ વળી આવી હતી, જેને કોલકાતા પોલીસે જપ્ત કરી હતી. ત્યારબાદ કલકત્તા હાઈકોર્ટના આદેશ પર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સીબીઆઈ અધિકારી એ કહ્યું કે, ટેક્નિકલ અને વૈજ્ઞાનિક બંને પુરાવા સંપૂર્ણપણે સાબિત થયા છે કે, આરોપી ગુનાસ્થળે હાજર હતો. હોસ્પિટલના સીસીટીવી ફુટેજને ટાંકીને અધિકારીએ કહ્યું કે, ફૂટેજમાં રોયને 8 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ચેસ્ટ ડિપાર્ટમેન્ટ વોર્ડ પાસે જોઈ શકાય છે.

તેમણે કહ્યું કે, ફૂટેજમાં તે 9 ઓગસ્ટના રોજ ફરી સવારે લગભગ 4 વાગ્યે ફરીથી એ જ બિલ્ડિંગમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. ઘણાં ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ તેની પુષ્ટિ કરે છે. જો કે, અધિકારીએ ડિએનએ ટેસ્ટ વિશે કોઈ માહિતી આપી નથી. આ કેસમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ સામુહિક બળાત્કારનો મામલો નથી, તે મુદ્દે તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

સીબીઆઈ અધિકારીઓએ રોયના ભવાનીપુર નિવાસસ્થાનનું પંચ નિરીક્ષણ કર્યુ હતું અને તેમના પરિવારના સભ્યો અને કોલકાતા પોલીસ દળમાં તેમના સાથીદારો સાથે પણ વાત કરી હતી.

8મી અને 9મી ઓગસ્ટ દરમિયાન સંજય રોય અલગ અલગ બહાને કુલ 4 વખત આરજી હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ગોળ-ગોળ ફર્યો અને બહાર આવ્યો. પરંતુ ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલની બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના દ્વારા ડોક્ટરનો બળાત્કાર અને હત્યા થઈ ચૂકી હતી. પરંતુ મામલો આનાથી પણ આગળ વધે છે. તપાસમાં જાણવા મળ્યું કે, સંજય રોય ઘટનાની રાત્રે હોસ્પિટલની નજીકના રેડ લાઈટ એરીયામાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે રસ્તામાં પણ એક યુવતીની છેડતી કરી હતી. રેપ અને હત્યાની ઘટના બાદ પણ તેણે મહિલાને બોલાવી તેની સાથે વિકૃત જેવું વર્તન કર્યુ હતું.

Read more

Local News