Monday, December 23, 2024

ICC World Test Championship: ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રને હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં અવ્વલ

Share

ICC World Test Championship: ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની આશા પણ જીવંત રાખી છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે હવે વધુ ત્રણ મેચ જીતવી પડશે.

પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. તેના ગુણની ટકાવારી પણ 58.33થી વધીને 61.11 થઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયા 13 મેચમાં ચોથી હાર સાથે બીજા સ્થાને સરકી ગયું છે. તેના ગુણની ટકાવારી 57.69 બની છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ પહેલા ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવા માટે સીરિઝ 4-0થી જીતવી જરૂરી હતી. પ્રથમ મેચ જીત્યા બાદ ટીમે હવે વધુ ત્રણ મેચ જીતવી પડશે. 15 મેચોમાં ભારતની આ નવમી જીત છે. હવે તેના ખાતામાં 110 પોઈન્ટ છે. શ્રીલંકા 55.56 ગુણ ટકાવારી સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ (54.55) અને દક્ષિણ આફ્રિકા (54.17) અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

આ પણ વાંચોઃ આઈપીએલમાં માલામાલ થયા આ ખેલાડીઓ; રૂપિયાનો થયો વરસાદ

મેચની (ICC World Test Championship) સ્થિતિઃ

ટીમ ઈન્ડિયાએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેની સામે કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી.

ગાબા બાદ ભારતે પર્થનું ગૌરવ તોડી નાખ્યું હતું

જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત નોંધાવી હતી. 2021માં ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યા બાદ હવે ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યું છે. આ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટ રમી હતી અને તે તમામ જીતી હતી. તેને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉની મેચો પર્થના WACA સ્ટેડિયમમાં રમાઈ હતી. જો કે, 2018થી ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચો રમવાનું શરૂ થયું હતું. પર્થ (WACA, 2008), એડિલેડ (2008), ગાબા (2021) અને હવે પર્થ (ઓપ્ટસ)… ભારતે ઓસ્ટ્રેલિયામાં કેટલીક ઐતિહાસિક મેચો જીતી છે.

Read more

Local News