IPL 2025: આઈપીએલની હરાજીમાં આજે બે ખેલાડીઓ પર ધનવર્ષા થઈ છે અને આ બંને ખેલાડીઓની ઉંમર ખુબ જ નાની છે. જો કે, તેમની ક્રિકેટને લઈ જે દિવાનગી છે તે કદાચ આઈપીએલની તમામ ફ્રેંચાઈઝીઓને ખબર છે. જેના કારણે આ બંને ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો છે. આ બંને ખેવાડીઓમાં પ્રથમ 23 વર્ષીય પ્રિયાંશ આર્ય છે અને બીજો માત્ર 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે. દિલ્હીના પ્રિયાંશ આર્યને પંજાબ કિંગ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. એટલે કે તેને કિંમત કરતા લગભગ 13 ગણી વધારે રકમ મળી છે.
છ બોલમાં 6 સિક્સર મારનારો ખેલાડી
ઉલ્લેખનીય છે કે, કેસ પ્રિયાંશ ડોમેસ્ટિક સર્કિટમાં જાણીતો ચહેરો છે. આ વર્ષે ઓગસ્ટમાં દિલ્હી પ્રીમિયર લીગમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારીને તે ચર્ચામાં આવ્યો હતો. આખી દુનિયાને તેની પાવર હિટિંગ પર વિશ્વાસ હતો અને ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે IPL ઓક્શનમાં સૌથી મોંઘો સેલર બની શકે છે અને એવું થયું પણ ખરા. હવે પ્રિયાંશ પંજાબની ટીમ માટે પાવર હિટિંગનો ઉપયોગ કરતો જોવા મળશે.
આઈપીએલ ઈતિહાસનો સૌથી નાનો ખેલાડી (IPL 2025)
આઈપીએલ ઓક્શનમાં ઉતરેલા 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી વિશે કદાય કોઈને જાણકારી નહીં હોય પરંતુ આજે તેની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં માત્ર 13 વર્ષની ઉંમરના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી માટે 1 કરોડ 10 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. જો કે, રાજસ્થાને છેલ્લી બોલી લગાવી અને આ નાના ખેલાડીને સાઈન કરવામાં સફળતા મેળવી હતી. બિહારના યુવા ખેલાજી વૈભવ સૂર્યવંશીએ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 યુવા ટેસ્ટ મેચમાં ધૂમ મચાવી હતી.