ઘોઘા-હજીરા રો-રો ફેરીમાંથી યુવક દરીયામાં પડી ગયો, ક્રૂ મેમ્બરે માંડ માંડ બચાવ્યો

વક કૂદી ગયા બાદ દરિયામાં ડૂબી રહ્યો હતો. ક્યારે ધોરો ફેરી પર હાજર તમામ લોકો માં પણ યુવક બચશે કે નહીં તેની ચિંતા જોવા મળી રહી હતી.

0
13
ghogha hazira ro-ro ferry News, ghogha to hazira,
મરીન પોલીસ દ્વારા આ આપઘાત નો પ્રયાસ કરનાર યુવક અંગે જાણવાજોગ નોંધ કરી હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

ghogha hazira ro-ro ferry: ઘોઘા-હજીરા વચ્ચે આવેલા દરિયામાં ગઈ કાલે એક વિચિત્ર ઘટના બની હતી. ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રો-રો ફેરીના જહાજમાંથી એક યુવક ઉલટી થયા બાદ દરિયામાં પડી ગયો હતો. યુવક દરિયામાં પડી ગયો હોવાની જાણ થતાં ક્રૂ મેમ્બર દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ દહેજ પહોંચેલા જહાજમાંથી યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ તો આ યુવકે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ યુવક પડી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જેથી યુવક પડી ગયો કે કૂદી ગયો તેને લઈને રહસ્ય સર્જાયું છે.

ઘોઘાથી હજીરા આવવા માટે સવારે 8:00 વાગે જહાજ ઉપડ્યું હતું. હજીરા પહોંચતા પહેલા દરિયામાં 11 નોટિકલ માઈલ ખાતે પહોંચતા જ એક 25 વર્ષીય યુવક રોરો ફેરીના જહાજમાંથી દરિયામાં કૂદી ગયો હતો. યુવક જહાજમાંથી કૂદી ગયો હોવાની જાણ થતાં રો-રો ફેરી નો મેમ્બર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સેવિંગ લાઇફ ઇન્સ્ટ્રુમેન્ટ દરિયામાં ફેંકીને આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.

યુવક કૂદી ગયા બાદ દરિયામાં ડૂબી રહ્યો હતો. ક્યારે ધોરો ફેરી પર હાજર તમામ લોકો માં પણ યુવક બચશે કે નહીં તેની ચિંતા જોવા મળી રહી હતી. દરમિયાન રો-રો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા આ યુવકને સમજાવીને લાઇફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રો રો ફેરી ના જહાજ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સમજાવી એક અલગ રૂમમાં લઈ ગયા હતા. રો રો ફેરીનું જહાજ હજીરા પહોંચતા તેને પહેલા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મરીન પોલીસ દ્વારા આ આપઘાતનો પ્રયાસ કરનાર યુવક અંગે જાણવાજોગ નોંધ કરી હતી. ત્યારબાદ યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ તો આ 25 વર્ષીય યુવકે આપઘાત નો પ્રયાસ શા માટે કર્યો તે જાણવા મળ્યું નથી. જોકે આ મામલે હજીરા પોલીસ દ્વારા યુવકની કાઉન્સેલિંગ સાથે પૂછપરત કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછ બાદ આપઘાત નો પ્રયાસ શા માટે કર્યો તે સામે આવશે.

આ યુવક રોરો ફેરીના જહાજમાંથી કૂદી ગયો કે પડી ગયો તેને લઈને રહસ્ય સર્જાયું છે. હજીરા ખાતે રો રો ફેરી પહોંચ્યા બાદ આ યુવક કૂદી ગયો હોવાની જાણવા જોગ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે હવે આ યુવક ચક્કર આવ્યા બાદ જહાજમાંથી નીચે પડી ગયો હોવાની વાતો ચાલી રહી છે. જોકે આ મામલે હજીરા પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here