Gateway of India: બુધવારે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા આઈલેન્ડ જઈ રહી હતી ત્યારે એક બોટ પલટી ગઈ હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 77 મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું કહેવાય છે. જ્યારે હજુ ઘણા લોકોની શોધખોળ ચાલુ છે.
#WATCH | Mumbai Boat accident | Mumbai: The Indian Coast Guard releases the video of the rescue operation of the capsized boat near the Gateway of India.
There were a total of 85 passengers on board including the crew. 80 people have been rescued so far and 5 people are… pic.twitter.com/oTLr4SuaJG
— ANI (@ANI) December 18, 2024
બોટમાં લગભગ 80 મુસાફરો સવાર હતા (Gate Way of India)
મળતી માહિતી મુજબ, બોટમાં લગભગ 80 મુસાફરો સવાર હતા, જો કે ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થઈ નથી. બોટ મુંબઈના પ્રખ્યાત પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી. ત્યારે સાંજે લગભગ 4 વાગ્યે એક નાની હોડી તેની સાથે અથડાઈ અને બોટ પલટી ગઈ હતી. આ ઘટના બાદ તરત જ એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં બચાવ કામગીરી ચાલી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ માણસે ધરતીની નીચેથી એટલું પાણી ખેંચ્યું કે પૃથ્વીના પરિભ્રમણમાં ફેરફાર થઈ ગયો
BMCએ આ મામલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, વિમાનમાં ક્રૂ સહિત કુલ 85 મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 80 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 5 લોકો ગુમ છે. હોસ્પિટલમાં દાખલ 5 લોકોની હાલત ગંભીર છે અને બેના મોત થયા છે. બચાવાયેલા બાકીના લોકોની હાલત સ્થિર છે.
બચાવ કાર્ય વિશે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, નેવી અને કોસ્ટ ગાર્ડે મોટાપાયે બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં નેવીની 11 બોટ, મરીન પોલીસની ત્રણ બોટ અને કોસ્ટ ગાર્ડની એક બોટ તૈનાત કરવામાં આવી છે.
બચાવ કાર્યમાં ચાર હેલિકોપ્ટર લાગેલા છે
સંરક્ષણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર હેલિકોપ્ટર એક ડઝનથી વધુ અન્ય મુસાફરોની શોધ અને બચાવ કામગીરીમાં સામેલ છે, જ્યારે સ્થાનિક પોલીસ, જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી અને વિસ્તારના માછીમારો પણ બચાવ કામગીરીમાં સામેલ છે.