જો તમે આ રીતે શાહી ટુકડા બનાવશો તો રેસ્ટોરન્ટનો સ્વાદ પણ ફિક્કો પડી જશે, નોંધી લો આ સિક્રેટ રેસિપી

જો તમને કંઈક મીઠુ અને અલગ ખાવાનું મન થાય, તો શાહી ટુકડા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક ક્લાસિક હૈદરાબાદી મીઠાઈ છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

0
20
shahi tukda | શાહી ટુકડા રેસીપી
શાહી ટુકડા બનાવવાની સિમ્પલ રીત.

જો તમને કંઈક મીઠુ અને અલગ ખાવાનું મન થાય, તો શાહી ટુકડા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક ક્લાસિક હૈદરાબાદી મીઠાઈ છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. દૂધમાંથી બનેલી મીઠાઈઓ આમ પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, અને જો તમે ખરેખર કઈક અલગ અને સ્વાદિસ્ટ ખાવા માંગતા હોવ તો શાહી ટુકડા તેમાંથી એક છે. આ એક એવી મીઠી વાનગી છે કે તેને બનાવવા માટે તમારે ઘી, ખાંડ, દૂધ, બદામ અને બ્રેડની જરૂર પડશે. તેને બનાવવામાં લગભગ 1 કલાક લાગે છે. આજે અમે તમને શાહી ટુકડાની ખૂબ જ સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સ્વાદ ગળ્યો અને નમકીન બંનેના મિશ્રણ જેવો છે. અને બનાવવામાં પણ ખુબજ સરળ હોય છે અને આ રેસેપીની ખાસ વાત તો એ છે, કે બાળકો થી લઈને વડીલો સુધી બધાને મજા પડી જશે. તો આવો બનાવીએ આજે શાહી ટુકડા.

શાહી ટુકડા બનાવવા માટેની સામગ્રી:

દૂધ: ૬ કપ, ખાંડ: ૨ કપ, માવો: ૫૦ ગ્રામ, બ્રેડના ટુકડા: ૨, ઘી: ૧/૨ લિટર, કેસર: થોડું, પિસ્તા: થોડું (સજાવટ માટે), કાજુ: થોડું (સજાવટ માટે),

શાહી ટુકડા આ રીતે બનાવશો:

રબડી તૈયાર કરો: સૌ પ્રથમ, એક ઊંડા પેનમાં દૂધ અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. દૂધ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે તેમાં માવો અને કેસર ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો. તમારી સ્વાદિષ્ટ રબડી તૈયાર છે.

બ્રેડ તળો: બીજા પેનમાં ઘી ગરમ કરો. જ્યારે ઘી પૂરતું ગરમ ​​થાય, ત્યારે તેમાં બ્રેડના ટુકડા ઉમેરો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ખાતરી કરો કે બ્રેડ બળી ન જાય, ફક્ત થોડી ક્રિસ્પી થાય. (જો તમને ઘી પસંદ ન હોય, તો તેને ઘી વગર તળો)

સજાવટ: તળેલી બ્રેડના ટુકડા સીધાજ બનેલી તૈયાર રબડીમાં નાખો. બ્રેડના ટુકડા રબડી સારી રીતે શોષી લે ત્યાં સુધી રાહ જુઓ. જ્યારે બ્રેડ રબડીમાં સંપૂર્ણપણે પલળી જાય, ત્યારે તેમને કાળજીપૂર્વક સર્વિંગ પ્લેટમાં કાઢો. છેલ્લે, ઉપર કાજુ અને પિસ્તાથી સજાવો. તેને ઓછામાં ઓછા અડધા કલાક માટે ફ્રીજમાં રાખો જેથી તે ઠંડુ થઈ જાય અને સેટ થઈ જાય. તમારો સ્વાદિષ્ટ શાહી ટુકડા પીરસવા માટે તૈયાર છે! ઠંડુ થાય ત્યારે તેનો સ્વાદ વધુ સારો આવે છે. તો જરુરથી આજેજ ટ્રાય કરોઆ ટેસ્ટી રેસેપિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here