Sunday, December 22, 2024

The Simply Salad: ‘ધ સિમ્પલી સલાડ’ને 4 વર્ષ પૂરાં, અમદાવાદમાં ભવ્ય સેલિબ્રેશન; મુંબઈમાં ખોલશે આઉટલેટ

Share

The Simply Salad: અમદાવાદમાં એકમાત્ર હેલ્ધી ફૂડ માટે જાણીતા ‘ધ સિમ્પલી સલાડ’ને 4 વર્ષ પૂરાં થઈ ગયા છે અને તેમણે 5 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં આ પ્રસંગે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે તેમની આ સફરમાં સંગાથી બનેલા લોકોને આમંત્રિત કર્યા હતા અને તેમાંથી કેટલાક લોકોને એવોર્ડ આપીને સન્માનિત પણ કર્યા હતા.

The Simply Salad
ધ સિમ્પલી સલાડના ફાઉન્ડર પાયલ પાઠક અને તેમના દીકરા સોહમ પાયલ પાઠક

‘ધ સિમ્પલી સલાડ’ના ફાઉન્ડર એક મા-દીકરાની જોડી છે, પાયલ પાઠક અને સોહમ પાયલ પાઠક. આ મા-દીકરાની જોડીએ તેમના આ સ્ટાર્ટઅપથી કમાલ કરી બતાવ્યો છે. આ ચાર વર્ષ દરમિયાન તેમણે અનેક આયામો સર કર્યા છે. તેમણે અનેક અચિવમેન્ટ મેળવ્યા છે.

The Simply Salad

આ ઉપરાંત તેમનો કેસ સ્ટડી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. બીજી તરફ, તેમણે ચાર વર્ષ પૂર્ણ થતા જ એક નવો આયામ સર કર્યો છે. તેમણે ગુજરાતમાં જ નહીં પરંતુ હવે મહારાષ્ટ્રમાં પણ તેમનું પહેલું આઉટલેટ ખોલવાની જાહેરાત કરી છે. તેઓ આગામી સમયમાં મુંબઈમાં નવું આઉટલેટ ખોલી રહ્યા છે.

The Simply Salad
વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

Read more

Local News