બાંકા: બિહારના બાંકા જિલ્લામાંથી એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે. તેમાં સાસુને પોતાના જમાઈ સાથે પ્રેમ થઈ ગયો અને સસરાએ પોતાની પત્નીના લગ્ન પોતાના જમાઈ સાથે કરાવી દીધા. આ કિસ્સો હીર મોતી ગામના 45 વર્ષિય ગીતા દેવીનો છે. જેમના લગ્ન દિલેશ્વર દરવે સાથે થયા છે. ગીતા દેવી પોતાના જમાઈ સિકંદર યાદવને પ્રેમ કરતી હતી. જે કટોરિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ધોવની ગામનો રહેવાસી છે.
પત્નીનું મોત થયા જમાઈને સાસુ સાથે પ્રેમ થઈ ગયો
સિકંદર યાદવે 30 વર્ષ પહેલા ગીતા દેવીની દીકરી એટલે કે પોતાની સાસુ સાથે લગ્ન કરી લીધા. હાલમાં જ સિકંદર યાદવી પત્નીનું નિધન થયું હતું, જેનાથી તેમને એક દીકરો અને દીકરીનું મોત થઈ ગયું. પત્નીના નિધન બાદ સિકંદર યાદવે મનમાં પોતાના સાસુ માટે પ્રેમ ઊભો થયો. કહેવાય છે કે, પ્રેમને કોઈ સીમાડા નડતા નથી અને આ કહેવત અહીંયા સાચી સાબિત થઈ ગઈ.
એક દિવસ પહેલા જ હીર મોતીમાં આવેલ પોતાના સાસરિયે ગયો જ્યાં તેની હરકતોથી તેના સાસરિયાવાળાઓ ખબર પડી ગઈ. તેમણે આ ઘટનાની જાણકારી આખા ગામના લોકોને આપી. ગામમાં એક બેઠક બોલાવી, જેમાં જમાઈએ સૌની સામે પોતાની સાસુને પ્રેમ કરતા હોવાની વાત કહી દીધી.
ત્યાર બાદ સિકંદર યાદવના સસરા અને ગામલોકોએ મળીને આ બંનેના લગ્ન કરાવી દીધી. ત્યાર બાદ બાંકા કોર્ટમાં સિકંદર યાદવના સસરાએ બંનેના કોર્ટ મેરેજ કરાવી દીધા અને પત્નીની વિદાઈ કરી. આમ આવી રીતે ગીતા દેવીએ પોતાના જમાઈ સાથે નવી જિંદગીની શરુઆત કરી.