Sunday, December 22, 2024

બોલીવૂડના દિગ્ગજ એક્ટર સયાજી શિંદેને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક દાખલ કર્યા

Share

મુંબઈ: બોલીવુડ એક્ટર સયાજી શિંદેને શુક્રવારે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સયાજી શિંદેને છાતીમાં દુખાવો થતો હતો. ત્યાર બાદ તેમને સાતાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. સયાજી શિંદે મરાઠી અને બોલીવુડ સિનેમાની એક્ટીંગની દુનિયાનું મોટું નામ છે. સયાજી પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં 291 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

સયાજી શિંદેએ વર્ષ 1992માં ફિલ્મ દિશાથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ એક્ટિંગનો આ સિલસિલો સતત ચાલી રહ્યો છે. મરાઠી સિનેમામાં સયાજી શિંદેનું નામ ખૂબ મોટું છે. મરાઠી સિનેમાની સાથે સયાજી શિંદે બોલીવુડમાં પણ ઢગલાબંધ ફિલ્મોમાં એક્ટીંગ કરી ચુક્યા છે. સયાજી શિંદે હાલમાં જ મનોજ બાજપેયી અને કોંકણા સેન સ્ટારર સીરીઝ કિલર સૂપમાં મહત્વનું પાત્ર ભજવી ચુક્યા છે.

શૂલમાં નિભાવ્યો મહત્વનો રોલ
વર્ષ 1999માં આવેલી ફિલ્મ શૂલમાં પણ સયાજી શિંદેએ મહત્વનું પાત્ર નિભાવ્યું હતું. એક્ટિંગની દુનિયામાં સયાજી શિંદે પોતાના ટેલેન્ટના દમ પર આગળ છે. બોલીવુડની અપહરણ ફિલ્મમાં પણ સયાજી શિંદેએ પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીત્યા હતા. જાણકારી અનુસાર સયાજી શિંદેને શુક્રવારે છાતીમાં દુખાવો થયો હતો. ત્યાર બાદ તેમને મુંબઈની સાતારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી છે. જો કે, હવે કહેવાય છે કે તેમની હાલત સ્થિર છે.

Read more

Local News