Sunday, December 22, 2024

નોરા ફતેહીની સંઘર્ષની કહાણી: ઘરમાં એકલી કમાનારી છું, એટલે રુપિયાનું મહત્વ સમજું છું

Share

Nora Fatehi Struggle Journey: નોરા ફતેહી બોલીવુડની સૌથી શાનદાર ડાંસર્સમાંથી એક છે. નોરા ફતેહી આજે બોલીવુડ ઈંડસ્ટ્રીનું મોટું નામ બની ચુકી છે. નોરાએ ટૂંક ગાળામાં ખૂબ જ ફેમ મેળવી લીધું. એક્ટ્રેસ અને ડાંસર નોરા ફતેહી પોતાના લેટેસ્ટ વીડિયો અથવા ડાંસ નંબર્સને લઈને હંમેશા ટ્રેંડમાં રહે છે. પણ તેની આ સફળતા પાછળ ઘણું બધું સહન કરવું પડ્યું છે.

નોરા ફતેહીની આર્થિક તંગી પર ખુલીને વાત કરી
નોરાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના પરિવારની એકમાત્રા કમાતી સભ્ય હોવા વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે, તે પોતાના જીવનમાં પૈસાને પ્રાથમિકતા કેમ આપે છે. એક્ટ્રેસ કહ્યું કે હું ચોવીસ કલાક કામ કરુ છું. હું એક દિવસમાં એક સાથે ત્રણ શૂટ કરુ છું અને આવું કરવા માટે મારી પાસે કેટલાય કારણો છે. મારો કારણો એ છે કે, હું મારા પરિવારમાં કમાનારી એકલી છું.

નોરા ફતેહીએ આગળ કહ્યું કે, હું મારા પરિવારનું ધ્યાન રાખું છું. મારી પાસે કોઈ એ્વો માણસ નથી જે મારા સપના અને મારા ભાડા વગેરે ભરે. હું દરેક વસ્તુ જાતે ખરીદું છું. હું મારી માતાનું ધ્યાન રાખું છું. હું મારા ભાઈ બહેનનું ધ્યાન રાખું છું, હું મારા મિત્રોનું ધ્યાન રાખું છું.

16 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરુ કરી દીધું
તેની સાથે જ નોરાએ એ મહિલાઓનું ઉદાહરણ પણ આપ્યા જે પોતાના પાર્ટનર પર નિર્ભર છે અને અલગ થવાની સ્થિતિમાં તેમની પાસે વિશ્વાસ કરવા માટે કંઈ નથી હોતું. મડગાવ એક્સપ્રેસ એક્ટ્રેસે ખુલાસો કર્યો કે, તે પોતાની યુવાવસ્થાનો આનંદ લઈ શકી નથી, કારણ કે તેણે 16 વર્ષની ઉંમરમાં જ કમાવાનું શરુ કરી દીધું હતું.

નોરા ફતેહીની ફિલ્મો સત્યમેવ જયતે, બાટલા હાઉસ, મરજાવા અને થેંક ગોડ જેવી લોકપ્રિય ફિલ્મોમાંથી પોતાના ડાંસ નંબરથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે હાલમાં વિદ્યુત જામવાલની ક્રેક અને કુણાલ ખેમૂના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ મડગામ એક્ટર્સેમાં જોવા મળી હતી.

Read more

Local News