Cancer: હોંગકોંગ અને સિંગપુરમાં ખાદ્ય નિયામકોએ લોકોને બે મોટી મસાલા બ્રાન્ડના ચાર પ્રોડકટ, એમડીએચમાં ત્રણ અને એવરેસ્ટના એક નો ઉપયોગ કરવાની માટે મનાઈ કરી છે. તેમાં ઈથીલીન ઓક્સાઇડની માત્ર ખૂબ વધારે હોય છે, જેનાથી કેન્સર જેવી ઘાતક બીમારી થઈ શકે છે.
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે ઈથીલીન ઓક્સાઇડના ગ્રુપ 1 કારસીનોજેન તરીકે ક્લાસિફાઈ કર્યું છે.5 એપ્રિલે પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં હોંગકોંગના ખાદ્ય નિયામક ફૂડ સેફટીએ કહ્યું કે એમડીએચના ત્રણ મસાલા, મદ્રાસ કરી પાઉડર, સાંભાર મસાલા અને કરી પાઉડર મિશ્રિત મસાલા ઉપરાંત એવરેસ્ટનો ફિશ કરી મસાલો જેમાં કિટનાશક એથીલીન ચોકસાઈ હોઈ છે. એમડીએચ અને એવરેસ્ટ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.