નવી દિલ્હી: વિરાટ કોહલીએ સ્ટ્રાઈક રેટ પર ઉઠી રહેલા સવાલેને રદીયો આપી દીધો છે. તેણે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ 44 બોલમાં 70 રન ઠોકી દીધા. તેની સાથે જ વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં 500 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન પણ બની ગયો. કોહલીએ મેચ બાદ સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવનારા ટીકાકારોને જડબાતોડ જવાબ પણ આપ્યો છે. કહ્યું કે, બોક્સમાં બેસીને બોલવું અને મેદાનમાં આવીને રમવું તેમાં ફરક છે.
કોમેંટેટર હર્ષ ભોગલેથી લઈને કેટલાય પૂર્વ ક્રિકેટર એવા છે, જે વિરાટ કોહલીની સ્ટાઈક રેટ પર સવાલો ઉઠાવે છે. આ સવાલ ત્યારે વધારે આકરો લાગે છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 67 બોલમાં સદી બનાવી અને તેમની ટીમ હારી ગઈ. આઈપીએલ 2024ની વાત કરીએ તો, વિરાટે 147.29ની સ્ટ્રાઈક રેટથી 500 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઈટંસ વિરિદ્ધ શાનદાર ઈનિંગ્સ રમ્યા બાદ વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે, શું તમે નંબર્સ પર ધ્યાન આપે છે, જો તેણે તરત જ કીધું કે, એકદમ નહીં, આ લોકો જે સ્ટ્રાઈક રેટ અને મારા સ્પિન વિરુદ્ધ સારી રીતે નહીં રમવાની વાત કરે છે, તેમને ખાલી વાતો કરવાનું ગમે છે. પણ મારું ધ્યાન ટીમ માટે ફક્ત મેચ જીતવા પર હોય છે. આ જ કારણ છે કે આપ 15 વર્ષથી આ કામ કરતા હોવ અને આપની ટીમ માટે મેચ જીતી હોય.
વિરાટ કોહલીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, મને પુરો વિશ્વાસ નથી કે જો આપ ખુદ આ સ્થિતિમાં નથી તો બોક્સમાં બેસીને તેના પર વાત ન કરવી જોઈએ કે નહીં. મને નથી લાગતું કે આ એવું છે. એટલા માટે મારા માટે ફક્ત કામ મહત્વનું છે. લોકો ખેલ વિશે પોતાના વિચારો અને પસંદની વાત કરી શકે છે. પણ જે લોક તેને દરરોજ કરે છે, તેને જ ખબર હોય છે કે શું હોય છે અને હવે તો આ મારા માટે મસલ મેમોરીની વાત છે.