નવી દિલ્હી: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનું પ્રદર્શન આઈપીએલ સારુ રહ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 8માંથી 5 મેચ જીતી છે. હૈદરાબાદની ટીમ માટે અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન જેવા ખેલાડી સારુ પ્રદર્શન કરી રહ્યા છે. ક્રિકેટર અભિષેક શર્માના વખાણ કરતા યુવરાજ સિંહે કર્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે, તે વિશ્વ કપ માટે તૈયાર નથી. પણ ભારતમાં રમવા માટે તે 6 મહિનામાં તૈયાર થઈ જશે.
યુવરાજ સિંહે કહ્યું કે, અભિષેક કાબેલ બની ગયો છે પણ મને નથી લાગતુ કે તે વિશ્વ કપ માટે હજુ તૈયાર છે. વર્લ્ડ કપ માટે આપણે અનુભવી પ્લેયરની તરફ જવું જોઈએ. અમુક ખેલાડીઓએ ભારત માટે રમ્યું છે. વર્લ્ડ કપ બાદ તે ભારત માટે રમવા તૈયાર થઈ જશે. તેનું ફોક્સ પણ તેના પર છે. આગામી 6 મહિનામાં અભિષેક માટે ખૂબ જ મહત્વના રહેવાના છે.
આપને જણાવી દઈએ કે, અભિષેક શર્મા આ વર્ષે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 8 મેચમાં અત્યાર સુધીમાં 288 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ આ દરમ્યાન 218ની રહી છે. અભિષેકનો હાઈએસ્ટ સ્કોર 64નો છે. તે આઈપીએલમાં સૌથી વધારે સિક્ક લગાવવામાં બીજા નંબર પર છે. તેણે કુલ 26 છગ્ગા લગાવ્યા છે. તો વળી તેની જ ટીમના બેટ્સમેન હેનરિક ક્લાસેને કુલ 27 છગ્ગા લગાવ્યા છે.