“હોસ્પિટલે આશરે 20 લાખ રૂપિયા ખર્ચ કરાવ્યો અને પરિણામ મોતથી પણ ભયંકર”
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ… ઘણા લોકો પૈસા માટે સોપારી લેતા હોય છે અને સામેવાળાને બંદૂકની ગોળી કે ચાકૂના ઘા મારીને મારી નાંખતા હોય છે. પૈસાના બદલામાં કોઈને મારવાનું કામ હાથમાં લીધું અને તેને મારી નાંખીને પોતાનું કામ પૂરું કર્યું પરંતુ જ્યારે જીવ બચાવવા માટે પૈસા લીધા હોય અને જીવ બચાવવાની જગ્યાએ આખા પરિવારને મરવા માટે મજબૂર કરી દેવામાં આવે તેને તમે કેવા પ્રકારનો મર્ડરર કહેશો?
આજે આપણે એક એવી દર્દનાક સ્ટોરી વિશે વાત કરીશું, જેમાં પરિવાર પોતાના પરિવારને એક સભ્યને બચાવવા માટે પોતાનું સર્વસ્વ ગુમાવીને બેસ્યો છે. પોતાના પરિવારનો જીવ બચાવવા ગયેલો પરિવારને પોતાને મરવાના દિવસો લાવી દેવામાં આવ્યા છે. આ બધુ થયું છે પૃથ્વી ઉપર ભગવાન તરીકે પૂજાતા ડોક્ટરોના પ્રતાપે…
અમદાવાદ મેમ્કોમાં આવેલ એક હોસ્પિટલમાં એક દલિત પરિવાર પોતાની સમસ્યાઓનું સમાધાન કરવા માટે જાય છે. પરિવારની મહિલાને ગેસની સમસ્યા હોવાથી તેઓ કોઈ મોટી હોસ્પિટલના સારા ડોક્ટરને બતાવીને સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતી હતી. તેથી તેઓ અમદાવાદના મેમ્કો સ્થિત એક હોસ્પિટલના પગથિયા ચઢે છે. પરંતુ તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ ચાલીને જે હોસ્પિટલના પગથિયા ચડ્યા હતા, ત્યાંથી તેમને ઉપાડીને ઘરે લઈ જવા પડશે. જણાવી દઈએ કે 27 વર્ષની પીડિત મહિલાને થોડા દિવસો પહેલા જ પ્રસૃત્તિ થઈ હોવાના કારણે પેટમાં ગેસ બનતો હોવાની સમસ્યા ઉભી થઈ હતી.
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલ આવેલી છે. પીડિત પરિવાર હોસ્પિટલમાં જાય છે અને પેટમાં સમસ્યા હોવાની વાત કરે છે. તે પછી હોસ્પિટલના ડોક્ટરો પોતાનો ખેલ ચાલું કરે છે. પ્રથમ દિવસે પેટમાં રહેલી સમસ્યાને ડિકેટ્ક કરવા માટે અનેક પ્રકારના રિપોર્ટ કરાવવાનું ચાલું કરવામાં આવે છે. રિપોર્ટ કરાવીને મહિલાના પેટમાં રસી થઈ હોવાનું કહેવામાં આવે છે અને તેને કાઢવા માટે ઓપરેશન કરવાની વાત કરવામાં આવે છે.
પરિવારને વિશ્વાસમાં લઈને સારી રીતે સમજાવવામાં આવે છે કે, આ ઓપરેશન કર્યા પછી તમને સમસ્યાથી છૂટકારો મળી જશે. તેથી પરિવાર પણ તૈયાર થઈ જાય છે. રસી કઢાવવા માટે ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ સમસ્યાઓ ઘટવાની જગ્યાએ મહિલાની મુશ્કેલીઓ સતત વધતી રહે છે. તેથી સતત દવા કરાવવાની જરૂરિયાત ઉભી થાય છે અને આ હોસ્પિટલમાં બેથી અઢી મહિના સારવાર કરાવવી પડી છે. આ દરમિયાન મહિલાના પરિવાર પાસેથી આશરે 20 લાખ રૂપિયા દવા-રિપોર્ટ અને ઓપરેશનના નામે લેવામાં આવે છે. પોતાના પગે ચાલીને હોસ્પિટલમાં ગયેલી મહિલાની હાલની સ્થિતિ મરણાંત લેવલે પહોંચી ગઈ છે.
જ્યારે એક ટકા સમસ્યા હતી તે સમયે હોસ્પિટલના ડોક્ટર મહિલાના પતિને કહેતા હતા કે કોઈ ચિંતાની વાત નથી, તમારા પત્ની એકદમ સ્વસ્થ થઈ જશે. પરંતુ જ્યારે હવે સમસ્યા 99 ટકા ઉપર પહોંચી ગઈ છે,ત્યારે ડોક્ટરોએ પોતાના હાથ ઉંચી કરી લીધા છે. હાલમાં હોસ્પિટલ તરફથી મહિલાના પતિને કહેવામાં આવી રહ્યુ છે કે તમે તમારી પત્નીને ઘરે લઈ જઈ શકો છો. અમે તેમના જીવંત રહેવાની કોઈ બાંહેધરી આપતા નથી. મહિલા પાછલા એક અઠવાડિયાથી બેહોશીની અવસ્થામાં છે.
મહિલાને મોતના મોઢામાં ધકેલી દીધી હોવા છતાં હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા પરિવાર પાસે હજું સુધી પૈસા માંગવામાં આવી રહ્યા છે. પરિવાર પૈસા ન આપે તો દર્દીને પોતાના ઘરે લઈ જઈને તેના મરવાની રાહ જોઈ શકે તેવી સ્થિતિનું સર્જન કરી દેવામાં આવ્યું છે. પોતાની પત્નીને બચાવવા માટે પતિ માથાથી લઈને પગની પાની સુધી દેવામાં ઉતરી ગયો છે પરંતુ બીજી તરફ ડોક્ટરોની લાલચ હજું પણ ઓછી થઈ રહી નથી. ડોક્ટરોને દેખાઈ રહ્યું નથી કે, પરિવાર સતત તેમની સલાહ પ્રમાણે સારવાર કરાવતો હોવા છતાં આજે દર્દી મોતના મોઢામાં ધકેલાઈ રહ્યું છે. ડોક્ટરો પોતાની જવાબદારીથી છટકી રહ્યાં છે. તો પોતાની જવાબદારી નિભાવી પણ રહ્યાં નથી. જો હોસ્પિટલના ડોક્ટરોથી મહિલાની સમસ્યા ઠીક થાય તેમ નહતી તો તેમને પહેલા જ પરિવારને કહી દેવું જોઈતું હતુ કે તમે બીજે ક્યાંક લઈ જાઓ… પરંતુ પરિવાર પાસેથી પૈસા પડાવવા માટે સતત તેને અંધારામાં રાખવામાં આવ્યો અને હવે દર્દીની સ્થિતિ વધારે બગડી ગઈ તો બીજે અથવા ઘરે લઈ જવાની સલાહ આપવામાં આવી રહી છે. હોસ્પિટલની નફ્ફટાઈ તો જૂઓ દર્દીને વેન્ટિલેટર ઉપર રાખીને ટ્રીટમેન્ટ ચાલું રાખવા માટે પરિવાર પાસે હજું સુધી વધારે પૈસા માંગવામાં આવી રહ્યાં છે.
ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે. જે મહિલા પોતાની સમસ્યાને દૂર કરવા માટે હોસ્પિટલમાં ગઈ હતી. તે મહિલાને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મોતના દરવાજા પાસે લાવીને ઉભી કરી દેવામાં આવી છે, તે પણ અનેક દર્દ સાથે…
પૈસામાં આંધળી બનેલી હોસ્પિટલ અને મેનેજમેન્ટ મહિલાના પતિને રીતસરની ધમકી આપે છે કે પૈસા આપશો તો જ આગળ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. હદ્દ બહારની ક્રૂરતા આંચરી હોવા છતાં હોસ્પિટલ અને તેમાં કામ કરતાં ડોક્ટરોને પોતાની ક્રૂરતા દેખાઈ રહી નથી. માનવતા, ભલાઈ અને જવાબદારી જેવી કોઈ વાત જ હોસ્પિટલના મેનેજમેન્ટમાં નજરે પડી રહી નથી. પૈસા લઈને પણ મહિલાની સમસ્યાનું સમાધાન ન કરનારાઓ માનવતાને પણ ભૂલી બેઠા છે.
હોસ્પિટલે 20 લાખ રૂપિયા ખર્ચો કરાવ્યો અને પરિણામ મોત તરફ લઈ ગયું છે. એક 27 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રાજી-ખુશીથી રહેતી હતી. તેમના ઘરે અઢી ત્રણ મહિના પહેલા દિકરી પણ અવતરી હતી. એક માતા પોતાની દિકરીને સારી રીતે લાડ પણ લડાવી શકી નથી. કોણ જવાબદારી લેશે?
હોસ્પિટલના ડોક્ટરોના પ્રતાપે પીડિત મહિલા પોતાની ત્રણ મહિનાની સારી રીતે પોતાની લાડકવાઇ દિકરીને પણ છાતી સરખી રાખી શક્યા નથી. હાલમાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યાં હતા. વેન્ટિલેટર ઉપર રહેલા પીડિત મહિલા પાછલા અઠવાડિયાથી બેહોશ હાલતમાં છે. પાછલા ત્રણ મહિનાથી સારવારના અંતે દર્દી મોતના મોઢામાં ધકેલી દેવામાં આવ્યું છે. તો આખું પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યો છે.. પાયમાલ બનેલા પરિવારનું હવે કોણ? પરિવાર પાયમાલ બન્યું, તેના પાછળ જવાબદાર કોણ ? પાયમાલ બન્યા પછી પણ પરિવારના સભ્યના જીવની કોઈ ગેરંટી નહીં, તેનું જવાબદાર કોણ ? શું ડોક્ટરોની કોઈ જવાબદારી જ નથી હોતી ?
ડોક્ટરોને તો ભગવાનના રૂપ માનવામાં આવે છે, પરંતુ અહીં તો ડોક્ટરો જ સાક્ષાત….