લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કેમ કે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. તેનાથી પીવાથી મગજ શાર્પ અને હાડકા મજબૂત થાય છે. સૌથી સારી બાબત એ છે કે, દૂધ પીવાથી કેટલીય ગંભીર બીમારીઓથી બચી શકાય છે. આ જ કારણ છે કે, લોકો પોતાની ડાયટમાં દૂધ સામેલ કરતા હોય છે. અમુક લોકો સવાર સવારમાં દૂધ પીવાનું પસંદ કરતા હોય છે. તો વળી અમુક લોકો સુતી વખતે દૂધ પીવાનું પસંદ કરતા હોય છે.
જો તમે પણ વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવાનું વિચારી રહ્યા છો તો રાતના સમયે દૂધ પીવાનું શરુ કરી દો. આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે આખરે રાતના સમયે દૂધ પીવાથી વજન કેમ વધી જાય છે અને સાથે જ દૂધ પીવાનો યોગ્ય સમયે ક્યો છે.
રાતના સમયે દૂધ પીવાથી વધે છે વજન
ઈંડિયા ટીવીમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર, દૂધમાં ખૂબ જ વધારે માત્રામાં લૈક્ટોસ અને પ્રોટીન હોય છે. એટલા માટે રાતના સમયે તેની પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. એક ગ્લાસમાં ઓછામાં ઓછી 120 તકેલોરી હોય છે જ્યારે આપ દૂધ પીને સુઈ જાવ છો તો કેલોરી બર્ન થતી નથી. દૂધ થિક પણ હોય છે જો તમે આ સમયે પીશો તો તે આસાથી પચી જાય છે. વજન ઘટાડવું છે તો રાતના સમયે ભૂલથી પણ દૂધ ન પીતા.
દૂધ પીવાનો સાચો સમય ક્યો છે
જો વજન ઘટાડવું છે તો રાતમાં દૂધ પીવાની જગ્યાએ તમે સવારે બ્રેકફાસ્ટના સમયે દૂધ પીવાનુ રાખો. 9-11ની વચ્ચે દૂધ પીવાથી વધારે ફાયદાકારક છે. જો આપને પાચન સાથે જોડાયેલી સમસ્યા છે તો આપ રાતના સમયે દૂધ જરાં પણ પીતા નહીં. જો આપના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તકલીફ અથવા વજન કમ કરવા માગો છો તો રાતમાં દૂધ પીવાનું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. જે દૂધને આપ ખાવાનું ખાધા બાદ પી રહ્યા છો તો ઠંડું ન હોવું જોઈએ. કારણ કે તે સ્વાસ્થ્ય માટે ઠીક નથી. દૂધ હંમેશા હુંફાળું કરીને પીવું જોઈએ.
(Desclaimer: ગુજરાત લોકશાહી ન્યૂઝ પર આપવામાં આવતી દરેક ટિપ્સની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ટિપ્સ વાપરતા પહેલાં તમારા ફેમિલિ ડોક્ટરની સલાહ લેવી.)