Election in India: દેશમાં આટલા મોટા પાયે મતદાન થતું હોય ત્યારે તેના માટે બહોળી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની જરૂર પડતી હોય છે, આ દરમ્યાન સવાલ થાય છે આ કર્મચારીઓને ચૂંટણીમાં કેટલું મહેનતાણું આપવામાં આવે છે. ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીને મહેનતાણું આપવામાં આવે છે જે તેમની પ્રોફાઈલ હિસાબે હોઈ છે.
ચૂંટણીમાં અલગ અલગ પદ પર કર્મચારીઓ તૈનાત હોઈ છે. જેમ કે પીઠાસીન અધિકારીને 1550 રૂપિયા આપવામાં આવે છે. ચૂંટણી કરાવતા મતદાન કર્મચારીઓને પ્રથમ 1150 રૂપિયા અને મતદાન કર્મચારી બીજાને 900 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત ચૂંટણીમાં રિઝર્વ રાખેલ કર્મચારીને 850 રૂપિયા મળે છે. તો વળી મતદાન દરમ્યાન રિસર્વમાં રાખેલા કર્મચારીમાં પ્રથમ અને દ્વિતિય માટે 650 રૂપિયા અને તૃતીય માટે 450 રૂપિયા આપવામાં આવે છે.