અમદાવાદ: 15મી ઓગસ્ટના રોજ દેશ આખામાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ. ત્યારે અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ફેડોરા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પણ તેના 2500થી પણ વધુ કર્મચારીઓ સાથે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.
78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ફેડોરા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તમામ કર્મચારીઓએ રાષ્ટ્ર ધ્વજથી મેચિંગ કપડા પહેરીને કર્મચારીઓએ વંદેમાતરમના નારા લગાવ્યા હતા અને દેશ ભક્તિના ગીતો ગાયા હતા… ત્યાર બાદ બધા જ કર્મચારીઓએ એક સાથે ગેમ રમીને ભવ્ય ઉજવણી કરી હતી.
આમ ફેડોરા કંપનીમાં કામ કરતા તમામ યુવાનોએ દેશના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.