Sunday, August 31, 2025

માણસો માટે ખતરનાક છે સેનેટાઈઝર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મોટો ઘટસ્ફોટ

Share

નવી દિલ્હી: એફડીએએ એલર્ટ કરતા જણાવ્યું છેકે, અમુક સેનિટાઈઝર શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે આ પ્રકારના સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તેથી તેને પાછા લેવામાં આવી રહ્યા છે. કારણ કે તેમાં મેથનોલ નામનું ઘટકના કારણે નુકસાન થઈ શકે છે.

મિથેનોલના કારણે નુકસાનકારક સેનિટાઈઝર
હકીકતમાં જોઈએ તો, ખાદ્ય અને ઔષધિ પ્રશાસનની ટીમે એલર્ટ કર્યું છે કે હેંડ સેનિટાઈઝરનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. કારણ કે તે આપના સ્વાસ્થ અને શરીર માટે નુકસાનકારક હોય શકે છે. કારણ કે અમુક સેનિાઈઝરમાં મેથનોલ નામનું ઘટક જોવા મળ્યું છે. આ કારણે કંપનીઓ દ્વારા આવા સેનિટાઈઝરને વેચતા રોકવામાં આવે છે અને તેને પાછા મગાવ્યા છે. જો તમે પણ આ પ્રકારના સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોવ તો સાવધાની રાખજો. જેથી તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં.

આ સેનિટાઈઝર પાછા મંગાવ્યા
ખાધ્ય અને ઔષધિ પ્રશાસને જણાવ્યું કે, અરુબા એલો હૈંડ સેનિટાઈઝર જેલ અલ્કોહોલ 80 ટકા અને અરુબા એલો અલ્કોહલડા જેલના 40 લોટનો મેથનોલના કારણે પાછા મગાવ્યા છે. આ પ્રોડક્ટ અમેરિકામાં ઓનલાઈન વેચી રહી હતી. તેને મે 2021થી ઓક્ટોબર 2023ની વચ્ચે વિતરિત કરવામાં આી છે. તેથી તમામ ગ્રાહકોને ઈમેલ દ્વારા સૂચના આપવામાં આવી છે કે તેનો ઉપયોગ કરવો નહીં, જેથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં.

થઈ શકે છે આ નુકસાન
કહેવાય છે કે મેથનોલ યુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી શરીરમાં ગભરામણ, ઉલ્ટી, માથાનો દુખાવો, ઓછું દેખાવું, આંખો નબળી થવી, કિડની ખરાબ થવી, બેભાન, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે આ સેનિટાઈઝરને ઘરમાં હોય તો ફેંકી દેજો. જેથી તમારે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે નહીં.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News