Tuesday, December 2, 2025

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગ, મોટી જાનહાનિ ટળી

Share

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં આજે મોટી દુર્ઘટતા થતા ટળી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આજે બપોરે આચનક આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, હોસ્પિટલમાં આગ લગાવાની જાણ ગાંધીનગર ફાયરની ટીમને થતા ફાયરની ટીમે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચીને આગ પર પાણીનો મારો ચાલવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ પર આવેલા ગાયનેક વિભાગ ડી પાસેના ડેમો સ્ટેશન સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે ગાયનેક વિભાગમાં કામગીરી ચાલુ હતી અને દર્દીઓ પણ સારવાર કરાવવા માટે આવ્યા હતા. પરંતુ અચાનક આગ લાગતા ગાયનેક વિભાગની આસપાસ દોડધામ મચી ગઈ હતી. જો કે, હોસ્પિટલના સ્ટાફને જાણ થતા તુરંત ગાયનેક વિભાગ પાસે આવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુને વધુ પ્રસરતા ગાયનેક વિભાગ પણ ભાગની ઝપેટમાં આવી ગયો હતો. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સમય સૂચકતા વાપરીને ગાંધીનગર ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને આગ ઉપર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી.

ગાંધીનગર ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ વધુ ન ફેલાય અને કોઈપણ દર્દીઓને તકલીફ ન પડે તે રીતે કામગીરી હાથ ધરીને ગાયનેક વોર્ડની બંને બાજુ પાણીનો મારો ચલાવ્યો હતો અને ગણતરીની જ મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ગાયનેક વિભાગની બાજુમાં આવેલા ડેમોસ્ટ્રેશન રૂમમાંથી પહેલા ધુમાડા નીકળ્યા હતા કે અચાનક ધુમાડા આવતા જ દર્દીઓ સહિત ગાયનેક વિભાગનો સ્ટાફને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News