Cause of Low Blood Pressure: દુનિયાભરમાં હાઈ બ્લડ પ્રેશરના (Blood Pressure) દર્દીની સંખ્યા 1.2 અબજથી વધારે છે. ખરાબ લાઈફ સ્ટાઈલ તેની પાછળનું મુખ્ય કારણ છે. પણ શું આપને ખબર છે કે લો બ્લડ પ્રેશર પણ ખતરનાક હોય છે. લો બ્લડ પ્રેશર કેટલીય બીમારીઓના કારણે થાય છે. જેને નજરઅંદાજ કરી શકાય નહીં.
આમ તો જો કોઈનું બ્લડ પ્રેશર 120-80 વચ્ચે છે તો તે સારું કહેવાય છે. તેમાં થોડું આગળ પાછળ થાય તો કંઈ વધારે ફરક પડતો નથી. પણ જો 90-60 વચ્ચે પહોંચી જાય તો તે ચિંતાની વાત છે. તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. આ કેટલીય બીમારીનું કારણ બની શકે છે.
લો બ્લડ પ્રેશરના (Blood Pressure) કારણો શું?
ડોક્ટરના જણાવ્યા અનુસાર, લો બ્લડ પ્રેશરના કેટલાય કારણો હોય શકે છે. જો કોઈને પ્રેગ્નેન્સી છે, તો પહેલા 24 અઠવાડીયા દરમ્યાન લો બ્લડ પ્રેશર આસાન વાત છે પણ જ્યારે કોઈનું હાર્ટ ફેલ્યોર થાય છે તો હાર્ટ એટેક આવે છે. આવી સ્થિતિમાં પણ લો બ્લડ પ્રેશર થઈ શકે છે.
જો હાર્ટ રેટ લો છે, તો પણ લો બ્લડ પ્રેશર થઈ શકે છે. તો વળી હોર્મોનથી સંબંધિત બીમારી થઈ જાય અથવા હાઈપોગ્લેસીમિયા થઈ જાય તો પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. જો શરીરમાંથી વધારે લોહી નીકળી જાય તો લો બ્લડ પ્રેશર થઈ શકે છે. ડિહાઈડ્રેશન, ગંભીર ઈંફ્કેશન, પોષક તત્વોની કમી, ખાસ કરીને વિટામિન બી12ની કમી પણ લો બ્લડ પ્રેશરનું કારણ બને છે.
જો બીપી લો હોય તો ઉપર અને નીચે બંનેનું લો થાય છે પણ અમુક લોકોમાં ફક્ત નીચેવાળું ડાઉન થઈ જાય છે. તે ખૂબ જ વધારે ઘાતક છે. ફોર્ટિસ હોસ્પિટલ નવી દિલ્હીમાં કાર્ડિયોલોજી વિભાગના ડિરેક્ટર ડો. નિત્યાનંદ ત્રિપાઠી કહે છે કે જો નીચેવાળું બ્લડ પ્રેશર 60થી નીચે આવી જાય તો પહેલા આપણે કારણો જાણવા જોઈએ. આવું હાઈપોથાયરોયડ અથવા હાઈપરડાયનામિક સ્થિતિમાં થઈ શકે છે.
તેઓ વધુમાં કહે છે કે, વિટામિન ડીની કમીથી નીચેવાળું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. અમુક દવાઓના કારણે પણ નીચેવાળું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે પણ કારણ વિના 60થી નીચે જાય તો આ મોટી સમસ્યા બની શકે છે. તેથી તરત ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું છે કે, મોટા ભાગે જોવા મળ્યું છે કે, જે લોકોનું ફક્ત નીચેવાળું બીપી 30થી નીચે રહે છે, તે લોકોનું આયુષ્ય લાંબુ હોતું નથી.