Hunger Index 2024: સંયુક્ત રાષ્ટ્રે ભૂખમરાને લઈને રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં 59 દેશોમાં લગભગ 28.2 કરોડ લોકો ભૂખથી તડપી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે બુધવારે ગ્લોબલ રિપોર્ટ ઓન ફુડ ક્રાઈસિસમાં તેની જાણકારી આપી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, સૌથી વધારે ગાઝામાં લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.
શું કહે છે હંગર ઇન્ડેક્સ (Hunger Index) રિપોર્ટ?
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2022માં 2.4 કરોડથી વધારે લોકોને ખાદ્ય સામગ્રીની ભારે કમી વેઠવી પડી. તેનું કારણ ખાસ કરીને ગાઝા પટ્ટી અને સુડાનમાં ખાદ્ય સુરક્ષાની બગડેલી હાલત. આ ઉપરાંત ખાદ્ય સંકટવાળા દેશોની સંખ્યામાં પણ વધારે થયો, જેની દેખરેખ રાખવામાં આવી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રે ખાદ્ય અને કૃષિ સંગઠનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોએ ભૂખમરાનો (Hunger Index 2024) એક માપદંડ નક્કી કર્યા છે. જેમાં પાંચ દેશોમાં 705,000 લોકો પાંચમા તબક્કામાં છે, જેને ઉચ્ચ સ્તર માનવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, 2016માં વૈશ્વિક રિપોર્ટ જાહેર થવાની આ શરુઆતથી આ સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધારે છે. સાથે જ 2016માં નોંધાયેલ સંખ્યાની તુલનામાં તેમાં ચાર ગણો વધારો થઈ ચુક્યો છે.
અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે, ગંભીર અકાળનો સામનો કરી રહેલા લોકોમાંથી 80 ટકા લોકો એટલે 577,000 ફક્ત ગાઝામાં છે. તો વળી દક્ષિણી સુડાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખથી તડપી રહ્યા છે. રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે ગાઝામાં લગભગ 11 લાખ લોકો અને દક્ષિણ સૂડાનમાં 79 હજાર લોક જુલાઈ સુધી પાંચમા તબક્કામાં આવી જશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હજારો લોકોના જીવ ગયા છે.