Monday, September 1, 2025

આ છે ભારતના સૌથી સુંદર અને શાનદાર ગામડા, એકવાર જોવા જશો તો રહેવાનું મન થઈ જશે

Share

ભારતમાં ફરવા જેવી કેટલીય જગ્યાઓ છે, મોટા ભાગના લોકો ગોવા, શિમલા, મનાલીમાં જ ફરવાનું પસંદ કરતા હોય છે. પણ જો તમે ફરવાના શોખિન હોવ તો, તમારે નવી જગ્યા ટ્રાઈ કરવી જોઈએ. ત્યારે આવા સમયે દર વખતે શહેરમાં જ નહીં પણ શહેરની આજુબાજુમાં ગામડાઓમાં પણ નજર કરી શકશો. અહીં અમે આપને આવા જ સુંદર ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તમારે જરુરથી જવું જોઈએ. આ સ્થાન એક વાર જોયા બાદ તમને પણ ત્યાં રહેવાનું મન થઈ જશે.

માણા ગામ
ભારતમાં ગામડાઓની વાત કરીએ તો, માણા ગામનું નામ મનમાં આવી જાય. આ ભારત અને તિબ્બત-ચીન સરહદને છેડે આવેલ ગામ છે. બદ્રીનાથની નજીક આવેલ માના ગામ શાનદાર આકર્ષણનું કેન્દ્ર છે. આ ગામ હિમાલયી પહાડોથી ઘેરાયેલું છે. અહીં ઊંચી પહાડીઓ અને શુદ્ધ વાતાવરણ આપને પ્રભાવિત કરશે. તમારે એક વાર આ ગામની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ.

ખિમસર ગામ
રાજસ્થાનના થાર મરુસ્થળના કિનારે આવેલ આ ગામની વચ્ચે એક તળાવ છે. આ ગામની આજુબાજુમાં ફક્ત રેતી છે જે એકદમ સુંદર અને શાંત છે. દર વર્ષે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં અહીં નાગૌર મહોત્સવ આયોજીત થાય છે. પર્યટકો અહીં દૂર દૂરથી જોવા આવે છે.

કુટ્ટનાદ ગામ
કુટ્ટનાડ ગામ આલપ્પુજા જિલ્લાના બૈટવોટર્સની વચ્ચે આવેલું છે. ધાનના મોટા પાકના કારણે આ જગ્યાને રાઈસ બાઉસ પણ કહેવાય છે. માનવામાં આવે છે કે આ એક માત્ર જગ્યા છે, જ્યાં ખેતી દરિયાઈ સપાટીથી 2 મીટર નીચે થાય છે.

દર્ચિક ગામ
આ ગામ લદ્દાખના કારગિલ જિલ્લાના કાગરિલ તાલુકામાં આવેલું છે. આ કારગિલ તાલુકાના 66 અધિકારિક ગામમાંથી એક છે. અહીંની સુંદર પહાડીઓ, તાજગીભરી હવા અને નજારો આપને ખુશ કરી દેશે. દર્ચિક સુધી પહોંચવા માટે લેહ શહેરના પશ્ચિમ તરફ ડ્રાઈવ કરી શકાય છે અને આર્યન વૈલીના ગામ સુધી પહોંચી શકાય છે.

મલાણા
હિમાચલ પ્રદેશનું મલાણા ભારતનું સૌથી સુંદર ગામમાં સામેલ છે. આ ગામમાં કેટલીય જનજાતિઓ રહે છે. પ્રાકૃતિક સૌંદર્ય પ્રેમીઓને આ જગ્યાએ ચોક્કસ ગમે છે. આ ટ્રેકિંગ માટે પણ મોટી સંખ્યામાં ટ્રેકર્સ આવે છે.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News