નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં શનિવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. ભારે તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે અને અંધારુ છવાઈ ગયું હતું. રસ્તા પર કંઈ દેખાતું પણ નથી. ગાડીઓના પૈડા પણ થોડી વાર માટે થંભી ગયા હતા. બે દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી આઈએમડીના રિપોર્ટ અનુસાર, દિલ્હી એનસીઆર સહિત ઉત્તરી ભારતમાં ભારે ગર્જના સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
મૌસમ વિભાગે શુક્રવારે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષોભની અસર દિલ્હી-એનસીઆરમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે 13-15 એપ્રિલની વચ્ચે વાદળ છવાયેલા રહેશે અને હળવો વરસાદ થઈ શકે છે. તો વળી 13 એપ્રિલે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતના કેટલાય રાજ્યોમાં તેજ હવાઓ સાથે વરસાદની સંભવાના છે.
એપ્રિલ મહિનામાં દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં ભીષણ ગરમી પડવા લાગી છે. દિલ્હીનું અધિકતમ તાપમાન વધીને 35 ડિગ્રી પાર કરી ચુક્યું છે. જો કે મૌસમ વિભાગના પૂર્વાનુમાન લગાવતા કહ્યું કે, 13થી 15 એપ્રિલની વચ્ચે દેશની રાજધાનીનું મૌસમ બદલાશે. જેવું આજે એટલે કે શનિવારે મૌસમ પોતાનો મિજાજ બદલાયેલો છે. તેજ હવાઓ સાથે હળવો વરસાદ મૌસમ સોહામણું બનાવે છે.
આઈએમડીએ જણાવ્યું છે કે, આખું અઠવાડીયું દિલ્હીનું અધિકતમ તાપમાન 33થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. ન્યૂનતમ તાપમાન 20થી 23 ડિગ્રી વચ્ચે રહેવાની આશા છે.