Monday, September 1, 2025

Indore High Court: લસણ શાકભાજી છે કે મસાલો? ઈન્દોર હાઈકોર્ટનો ચુકાદો, 9 વર્ષથી કેસ ચાલતો’તો

Share

Indore High Court: લસણને રસોડાનું એક ખાસ ઘટક માનવામાં આવે છે. તે ચોક્કસપણે મસાલેદાર શાક બનાવામાં વપરાય છે. પરતું આખરે લસણ શું છે? તે શાક છે કે મસાલો? આ પ્રશ્ન એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે (Indore High Court) આ અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે.

એક ખેડૂત સંગઠનની વિનંતી પર મધ્ય પ્રદેશ મંડી બોર્ડે 2015માં લસણને શાકભાજીની શ્રેણીમાં સામેલ કર્યું હતું. જો કે, ત્યારપછી તરત જ કૃષિ વિભાગે તે આદેશ રદ કર્યો અને કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અધિનિયમ (1972)ને ટાંકીને તેને મસાલાની શ્રેણીમાં મૂક્યું હતું. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફરીથી લસણને શાકભાજીની શ્રેણીમાં મૂક્યું છે. જસ્ટિસ એસએ ધર્માધિકારી અને ડી વેંકટરામનની ડિવિઝન બેન્ચે 2017ના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં લસણ નાશવંત છે અને તેથી તે શાકભાજી છે.

આ પણ વાંચોઃ કરોડોની લોન, બાઇકથી હરિદ્વાર જઈ લીધી છેલ્લી સેલ્ફી… સહારનપુરના દંપતીની ગંગામાં કૂદી આત્મહત્યા

કોર્ટે નિર્ણયમાં એમ પણ કહ્યું કે, લસણ શાકભાજી અને મસાલા બજાર બંનેમાં વેચી શકાય છે. તેનાથી વેપાર પરના નિયંત્રણો દૂર થશે અને ખેડૂતો અને વિક્રેતા બંનેને ફાયદો થશે. કોર્ટના આ નિર્ણયથી મધ્યપ્રદેશના હજારો કમિશન એજન્ટોને પણ અસર થશે.

ઉલ્લેખનીય છે કે, આ મામલો ઘણાં વર્ષોથી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો. સૌપ્રથમ બટાટા-ડુંગળી-લસણ કમિશન એજન્ટ એસોસિએશન 2016માં પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશ વિરુદ્ધ ઈન્દોર બેંચ પહોંચી હતી. આ પછી ફેબ્રુઆરી 2017માં સિંગલ જજે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ આ નિર્ણયથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમણે દલીલ કરી હતી કે, આ નિર્ણયથી ખેડૂતોને નહીં પરંતુ કમિશન એજન્ટોને ફાયદો થશે.

આ પણ વાંચોઃ ‘બાંગ્લાદેશ જેવી અરાજકતા વિશે વિચારશો નહીં, સામે સેના હશે…’, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ચેતવણી

કોર્ટના નિર્ણય બાદ અરજદાર મુકેશ સોમાણીએ જુલાઈ 2017માં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજી હાઈકોર્ટની ડબલ જજની બેંચમાં ગઈ હતી. આ બેંચે જાન્યુઆરી 2024માં ફરીથી લસણને મસાલાના શેલ્ફમાં મોકલ્યું હતું. ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે, અગાઉના નિર્ણયથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે ખેડૂતોને નહીં. આ પછી લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ આ વર્ષે માર્ચમાં તે આદેશની સમીક્ષાની માગ કરી હતી. આ મામલો જસ્ટિસ ધર્માધિકારી અને વેંકટરામનની બેંચ સમક્ષ આવ્યો હતો.

ઈન્દોરની ડબલ બેન્ચે 23 જુલાઈના આદેશમાં ફેબ્રુઆરી 2017ના આદેશને પુનઃસ્થાપિત કર્યો હતો. આ નિર્ણયમાં મંડી બોર્ડના મેનેજિંગ ડિરેક્ટરને મંડી નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 2015માં પણ બરાબર આવું જ થયું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બજાર ખેડૂતો અને વેપારીઓના હિતમાં સ્થાપિત થાય છે, જેથી તેઓ તેમની પેદાશોના સારા ભાવ મેળવી શકે, તેથી જે પણ પેટા-નિયમો બનાવવામાં આવે અથવા તેમાં સુધારો કરવામાં આવે, તેને ખેડૂતોના હિતમાં ધ્યાનમાં લેવો જોઈશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોએ કહ્યું હતું કે લસણને એજન્ટો દ્વારા (શાકભાજી) તરીકે વેચવાની મંજૂરી આપવી જોઈએ, જ્યારે રાજ્ય સરકારે તેને મસાલા તરીકે વેચવાની ભલામણ કરી છે. આ અંગે મધ્યપ્રદેશ મંડી બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર ચંદ્રશેખરે કહ્યું કે, કોર્ટના આદેશને કારણે કમિશન એજન્ટોને શાકભાજી માર્કેટમાં લસણની બોલી લગાવવાની છૂટ આપવામાં આવશે.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News