નવી દિલ્હી: ઈંડિયન પ્રીમિયર લીગમાં આ વખતે ખૂબ જ રન આવી રહ્યા છે. ચોગ્ગા અને છગ્ગાના રેકોર્ડ બની રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ રેકોર્ડ બનાવનારા પ્લેયર્સમાં યુવાનોની સાથે સાથે સીનિયર અને રિટાયર્ડ ક્રિકેટર પણ સામેલ છે. સુનીલ નરેનને જ લઈ લો. વેસ્ટઈંડીઝનો આ ખેલાડી સ્પેશલિસ્ટ બોલર હોવા છતાં બેટિંગમાં ધમાલે મચાવી રહ્યો છે. કદાચ નરેનની બેટીંગની આ જ કમાલ છે કે વેસ્ટઈંડીઝ કપ્તાન રોવમન પોવેલે તેને સંન્યાસમાંથી પાછા લાવવાની મથામણ કરી રહ્યા છે.
35 વર્ષના સુનીલ નરેન આઈપીએલમાં કોલાકાતા નાઈટ રાઈડર્સ માટે રમી રહ્યો છે. તેણે મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 109 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. કેકેઆર માટે ઓપનરની ભૂમિકા નિભાવી રહેલા સુનીલ નરેન ત્રીજા નંબર પર ચાલી રહ્યો છે. આઈપીએલ 2024માં સુનીલ નરેન ઓરેન્જ કેપની લિસ્ટમાં 276 રન સાથે ત્રીજા નંબરે છે. આઈપીએલ 2024માં આ સમયે રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, જોસ બટલર, ડેવિડ વોર્નર, ક્વિટન ડિકોક જેવા બેટર્સથી વધારે રન સુનીલ નરેનના નામે છે.
સુનીલ નરેને ગત વર્ષે નવેમ્બરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે 6 ટેસ્ટ, 65 વન ડે અને 51 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આઈપીએલમાં પેહલી સદી બનાવ્યા બાદ જ્યારે તેને ભવિષ્યના પ્લાન વિશે પૂછવામાં આવ્યુ તો, તેણે કહ્યું કે, હાલમાં જે છે તે સૌની સામે છે, પણ જુઓ ભવિષ્યમાં શું થાય છે.
વેસ્ટઈંડીઝના કપ્તાન રોવમન પોવેલે પણ આ મેચમાં રમી રહ્યો હતો. તેણે સુનીલ નરેનના બોલ પર 2 છગ્ગા અને એક ચોગ્ગો પણ લગાવ્યો હતો. મેચ બાદ તેણે પોતાની સાથે સાથે સુનીલ નરેનના સંન્યાસ પર પણ વાત કરી. પોવેલે કહ્યું કે, હું એક વર્ષથી સુનીલના કાન સુધી આ વાત પહોંચાડી રહ્યો છે. પણ તેણે તો જાણે મને બ્લોક જ કરી દીધો છે. મેં પોલાર્ડ, બ્રાવો, નિકલસ પૂરન દ્વારા સુનીલ સુધી વાત પહોંચાડી છે. આશા રાખું છું કે જ્યાં સુધીમાં ટીમની પસંદગી થશે, ત્યાં સુધીમાં વસ્તુઓ બધી થાળે પડી જશે. ટી 20 વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં રમાશે.