Sunday, December 22, 2024

હાર્દિંક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિન્સ મુશ્કેલીમાં, હવે એકપણ મેચ હાર્ય તો ઘરભેગા થઈ જશે

Share

નવી દિલ્હી: ઈંડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈંડિયંસની ટીમ નવા કપ્તાન હાર્દિક પંડ્યા સાથે ઉતરી. આ સ્ટાર ખેલાડીની શરુઆત સારી રહી નથી અને ટીમને સતત 3 મેચમાં હાર મળી છે. હારમાંથી બહાર આવતા ટીમે સતત બે જીત નોંધાવી પણ પાછલી બે હાર તેને પ્લેઓફના રસ્તામાં મુશ્કેલીમાં મુકશે. જે દિલ્હી કેપિટલ્સને હરાવીને તેણે ટૂર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી હતી, તેણે જ તેને શનિવારે હરાવીને ઝટકો આપ્યો છે.

મુંબઈ ઈંડિયંસની ટીમ શનિવારે ડબલ હેડર પહેલા મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઉતરી. પહેલા બેટીંગ કરતા ઋષભ પંતની ટીમે 4 વિકેટના દમ પર 257 રનનો વિશાળ સ્કોર કર્યો. ઓપનિંગ કરવા ઉતરેલા જૈક ફ્રેઝરે ફ્ત 27 બોલમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 84 રન ઠોકી દાધા. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 48 રન ઠોકી દીધી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને તિલક વર્માની ફિફ્ટી પણ છતાં રન ચેજ કરી શક્યા નહીં.

મુંબઈ મુશ્કેલીમાં મુકાઈ
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈંડિયંસને મળેલી હાર તેની આગળનો રસ્તો અઘરો કરશે. 9 મેચ બાદ ટીમને ફક્ત 3 જીત જ મળી છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટીમ પાસે મોકો છે પણ જો એક ભૂલ કરશે જો ભારે પડશે. મુંબઈને આગળની બચેલી તમામ પાંચેય મેચ જીતવી પડશે. આવી કરીને ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

કઈ કઈ ટીમ સામે મુંબઈની ટક્કર
હવે મુંબઈની ટક્કર બે મેચ લખનઉ સુપર જાયંટસ અને બે મેચ કોલકાતા નાઈટરાઈડર્સ વિરુદ્ધ રમવાની છે. એક મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થવાની છે. મુંબઈની મુશ્કેલી એ છે કે તેની મેચ હૈદરાબાદ અને કોલાકાતાની ટીમ સામે થવાની છે, જેણે આ આઈપીએલમાં સૌથી મોટો સ્કોર છે.

Read more

Local News