નવી દિલ્હી: ઈંડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સે શનિવારે મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ દમદાર જીત નોંધાવી. મેચમાં જીત પ્રાપ્ત કર્યા બાદ કપ્તાન ઋષભ પંત ઈંપેક્ટ ખેલાડી નિયમને લઈને ચિંતા વ્યક્ત કરનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. દિલ્હીની ટીમ સતત બે મેચ મોટો સ્કોર ઊભો કર્યો બાદ ખૂબ જ ઓછા અંતરથી જીત નોંધાવી શકી.
ટીમે પોતાની પાછલી મેચમાં ગુજરાત ટાઈટંસે ચાર રનથી હરાવ્યા બાદ શનિવારે મુંબઈ ઈંડિયંસને 10 રનથી હાર આપી છે. દિલ્હીએ ચાર વિકેટ પર 257 રનના પોતાના સૌથી મોટો સ્કોર ઊભો કર્યો પણ ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈંડિયંસ જીત સાથે લગભગ પહોંચી ગઈ હતી. તિલક વર્માની 32 બોલમાં 63 રનની ઈનિંગ્સથી મુંબઈને નવ વિકેટ પર 247 રન બનાવ્યા.
પંતે મેચ બાદ પુરસ્કાર સમારંભમાં કહ્યું કે, અમે 250થી વધારે રન બનાવીને ખુશ હતા, પણ ઈંપેક્ટ પ્લેયર નિયમમા કારણે આવી રીતે સ્કોરને પણ બચાવવામાં મુશ્કેલી અનુભવાય છે.
કપ્તાને જૈક ફ્રેસર મૈકગુર્કના વખાણ કરતા જેણે 27 બોલમાં 84 રનની ઈનિંગ્સ રમીને મોટા સ્કોરનો પાયો નાખ્યો. પંતે કહ્યું કે, તે પહેલા દિવસથી જ અદ્ભૂત રહ્યો છે અને આપ એક યુવાન ખેલાડી પાસેથી આ ઈચ્છી રહ્યા હોવ છો. તે દરેક મેચ સાથે શાનદાર થઈ રહ્યો છે.
આ હાર બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણીએ આવીને ઊભેલી મુંબઈ ઈંડિયંસ કપ્તાન હાર્દિક પંડ્યાએ ટીમમાં મેચની સ્થિતિ સમજાવતા વાત કરી છે. તેણે ટીમના બેટ્સમેન વર્મા અને નેહાલ પર ટાર્ગેટ કરતા કહ્યું કે, અક્ષર પટેલ જેવા બોલર્સ વિરુદ્ધ આ બેટ્સમેનોએ વધારે રન બનાવવા જોઈતા હતા.