IPL 2025 Auction: આઈપીએલમાં માલામાલ થયા આ ખેલાડીઓ; રૂપિયાનો થયો વરસાદ

આઈપીએલ ઓક્શનમાં માલામાલ થયા આ ખેલાડીઓ; રૂપિયાનો થયો વરસાદ

0
82
Most Expensive players in IPL
IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. (તસવીર: IPL)

IPL 2025 Auction: IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાનારો ખેલાડી બની ગયો છે. તેને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે.

IPL 2025 Auction: IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાનારો ખેલાડી બની ગયો છે. તેને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અહીં અમે તમને IPL 2025 અને હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જણાવીશું.

કમિન્સ-સ્ટાર્ક પર નોટોનો વરસાદ (IPL 2025 Auction)

IPL 2024 માટે ગયા વર્ષે યોજાયેલી મીની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ અને સ્ટાર્ક પર રૂપિયાનો વરસાદ થયો હતો અને બંનેએ જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ લગભગ બે કલાક પછી ઓસ્ટ્રેલિયાના તોફાની બોલર મિચેલ સ્ટાર્ક હરાજીના ટેબલ પર આવ્યા હતા અને તેને કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બંનેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. IPL ઓક્શનના ઈતિહાસમાં પ્રથમ વખત 20 કરોડ રૂપિયાનો આંકડો પાર થયો અને તે પણ એક સાથે બે ખેલાડીઓ પર.

હાલમાં જ તમામ ટીમોએ હરાજી પહેલા તેમની રિટેન્શન લિસ્ટ બહાર પાડી હતી. આ વખતે શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, જોસ બટલર અને મિચેલ સ્ટાર્ક જેવા અનુભવી ખેલાડીઓ પર પણ બોલી લગાવવામાં આવી હતી, જેમને તેમની ટીમોએ જાળવી ન રાખવાનો નિર્ણય કર્યો હતો.

કયો ખેલાડી કેટલા રૂપિયામાં ખરીદાયો?

રિષભ પંત – 27 કરોડ – લખનૌ સુપરજાયન્ટ્સ
શ્રેયસ અય્યર – 26.75 કરોડ – પંજાબ કિંગ્સ
અર્શદીપ સિંહ – 18 કરોડ – પંજાબ કિંગ્સ
યુઝવેન્દ્ર ચહલ – 18 કરોડ – પંજાબ કિંગ્સ
જોસ બટલર – 15.75 – ગુજરાત ટાઇટન્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here