Monday, December 23, 2024

Maharashtra Assembly Election: મહારાષ્ટ્રમાં 288 બેઠક પર મતદાન પૂર્ણ, સાંજ સુધીમાં 58 ટકા મતદાન

Share

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર રાજ્યની 288 બેઠકો માટે લાખો મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે વિધાનસભાની ચૂંટણી મુખ્યત્વે બે ગઠબંધન વચ્ચે છે. સ્પર્ધા મુખ્યત્વે સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ આઘાડી (MVA)ના ઉમેદવારો વચ્ચે છે. જ્યારે મહાયુતિનું નેતૃત્વ ભાજપ કરી રહ્યું છે, ત્યારે વિરોધ પક્ષ MVAમાં કોંગ્રેસ, NCP (શરદ પવાર જૂથ) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)નો સમાવેશ થાય છે. ભાજપની સાથે NCP (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) મહાગઠબંધનમાં મુખ્ય પક્ષો છે.

મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર નવા ધારાસભ્યોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન અજિત પવારે બહેન સુપ્રિયા સૂલે સાથે સંબંધિત ક્રિપ્ટોકરન્સી વિવાદની તપાસની માગ કરી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. બપોરે 1 વાગ્યા સુધીના પ્રથમ છ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 32.18% લોકોએ મતદાન કર્યું હતું. એક્ટર પ્રેમ ચોપરા વૃદ્ધ હોવા છતાં વોટ આપવા આવ્યા હતા. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને રાજકુમાર રાવ પહેલા જ પોતાનો વોટ આપી ચૂક્યા છે. સચિન તેંડુલકર પણ વોટિંગ બૂથ પર જોવા મળ્યો હતો. આરબીઆઈ ગવર્નર અને એનસીપીના સ્થાપક શરદ પવારે પણ તેમના પરિવાર સાથે અત્યાર સુધી મત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પ્રક્રિયા પૂરી થતા જ એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થઈ જશે. આનાથી એ સંકેત મળી જશે કે ચૂંટણી પછી કયા પક્ષનો દબદબો છે.

મહારાષ્ટ્રની લડાઈમાં એક તરફ મહાવિકાસ આઘાડીનું ગઠબંધન છે. આ સાથે જ તેમને મહાયુતિના પડકારનો સામનો કરવો પડે છે. ભાજપના નેતૃત્વમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. એકનાથ શિંદે હાલ મહારાષ્ટ્રના સીએમ છે. વિપક્ષી ગઠબંધનની વાત કરીએ તો કોંગ્રેસની સાથે શિવસેના ઉદ્ધવ જૂથ અને NCP શરદ જૂથ મેદાનમાં છે. આજે મતદાન થયા બાદ 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

વર્ષ 2019માં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે 28 ટકા વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ વર્ષે 4,136 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 2019માં 3,239 ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉમેદવારોમાંથી 2,086 અપક્ષ છે. બળવાખોર ઉમેદવારો 150 થી વધુ બેઠકો પર મેદાનમાં છે, જેમાં મહાયુતિ અને MVA ઉમેદવારો તેમના પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે.

Read more

Local News