Monday, December 23, 2024

માર્કેટમાંથી લાવેલી મોંઘા ભાવની બદામ અસલી છે કે નકલી આ રીતે ઘરે બેઠા કરો ચેક

Share

રોજ બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. આ પંચ લાઈન તો તમે ક્યાંકને ક્યાંક સાંભળી જ હશે. ઘણા બધાં અંશે આ વાત સાચી પણ છે, કેમ કે બદામમાં રહેલી પ્રોપર્ટીઝ ન ફક્ત આપની ફિઝિકલ હેલ્થને વ્યવસ્થિત રાખે છે. પણ તેના સેવનથી આપનું મગજ પણ ફાયદાકારક રહે છે. બદામાં કેલ્શિયમ અને ઓમેગા 3 તો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર, પ્રોટીન, મેગ્નીશિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન ઈ જેવા કેટલાય ન્યૂટ્રિએ્ંટસ હોય છે. પણ માર્કેટમાં નકલી બદામ પણ આવી રહી છે. જે આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડશે.

રોજ સવારે પલાડી બદામ ખાવાથી એનર્જી મળવાની સાથે સાથે મગજ, સ્કિન, હેર અને હાડકાને પણ સ્વસ્થ રાખે છે. જો કે નકલી બદામ ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થશે. તો આવો જાણીએ કેવી રીતે અસલી નકલી બદામની ઓળખાણ કરશો.

માર્કેટમાં આવતી બદામ ખરીદવા જઈ રહ્યા હોવ તો તેના કલર પર ધ્યાન આપો. જો આપને સામાન્ય કરતા વધારે ડાર્ક કલર લાગે તો એક ટિશ્યૂ પેપરમાં રાખીને રગડો. નકલી બદામ હશે તો તેનો કલર છુટવા લાગશે.

બદામ તો ફાયદાકારક હોય જ છે, તેનું તેલ પણ સ્કિન કેરમાં ઉપયોગ થાય છે. તેને ચેક કરવા માટે બદામને તોડીને હાથ પર મસળો. અસલી બદામ આપના હાથમાં તેલ છોડશે. તેનાથી ખબર પડી શકે છે કે બદામ અસલી છે કે નકલી. તેનું તેલ પણ સુકાશે નહીં.

જો તમે બદામ ખરીદી રહ્યા હોવ તો દુકાનદાર પાસેથી બે ચાર બદામ લઈ ચાખી શકો. તેનો સ્વાદ તમને અસલી અને નકલીની ઓળખાણ કરાવી દેશે. જો કે આ ટ્રિકમાં બની શકે કે મિલાવટી બદામ મળી જાય, કારણ કે તેમાં અમુક સારી ક્વાલિટી તો અમુક ખરાબ ક્વાલિટીની બદામ પણ હોય શકે છે.

પાણીમાં પલાળ્યા બાદ ટેક્સચર જોવો
બદામને પાણીમાં પલાળીને રાખો અને તેને બાઉલમાંથી કાઢ્યા બાદ ચેક કરો, ક્યાંક તેના પાણીનો રંગ બદલાયો તો નથી ને. જો બદામની છાલ પાણીમાં રંગ છોડે તો બની શકે કે તેના પર સિંથેટિક કલર્સ વાપર્યો હોય. તો વળી અસલી બદામ સારી રીતે ફુલાઈ જશે.

Read more

Local News