શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો ભગવાન શિવની ભક્તિમાં ડૂબી ગયા છે એની જ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઈરલ થઈ રહ્યો છે જ્યા એક વાંદરા ની ભક્તિ જોઈને લોકો આશ્ચર્યમા મુકાયા છે. જોકે જનસત્તા આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતી. વાઈરલ વિડિયોમાં દેખાઈ શકે છે કે જમીન પર એક મોટો સાંપ પોતાનુ ફણ ફેલાવીને ઉભો છે અને સામે એક વાંદરો છે.
વાંદરો તેની સામે સાંપને જોતાજ માથુ જુકાવી પ્રમાણ કરતા જોવા મળે છે અને પછી સાંપને આરામથી ઉપાડી ખંભા પર રાખી દે છે. ત્યાર પછી તે સાંપ પણ તેના ગળામા લપેટાઈ જાય છે. બંનેને માથી કોઈ પણ એકબીજાને નુકસાન પહોંચાડતું નથી.
View this post on Instagram
આ વાઈરલ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, કેપશનમાં લખ્યું છે જય ભોલેનાથ જય બજરંગબલી. લોકો આ વાઈરલ વિડીયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટમાં હર-હર મહાદેવ અને જય બજરંગબલી લખી રહ્યા છે. આ વિડિયો હજારો લોકોએ લાઈક અને શેર કર્યો છે. આ વીડિયો પર તમારું શું કહેવું છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો ભગવાન શિવની ભક્તિમાં ડૂબી ગયા છે